T20 વર્લ્ડ કપ: આજે સેમીફાઈનલનું ચિત્ર થશે સ્પષ્ટ
સુપર-8માં ભારત માટે કરો યા મરોની સ્થિતિ: સાઉથ આફ્રિકા અને વિન્ડિઝ વચ્ચેના જંગ પર નજર

T20 વર્લ્ડ કપ સેમીફાઈનલ સમીકરણો

T20 વર્લ્ડ કપ સેમીફાઈનલ સમીકરણો
આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં આજે અત્યંત રોમાંચક સ્થિતિ સર્જાઈ છે. આજે રમાનારી બે મહત્વની મેચો નક્કી કરશે કે સેમીફાઈનલની રેસમાં કઈ ટીમો આગળ વધશે અને કોનું સપનું રોળાશે. ખાસ કરીને ભારતીય ટીમ માટે આજનો દિવસ કોઈ અગ્નિપરીક્ષાથી ઓછો નથી.
ભારત સામે ઝિમ્બાબ્વેનો પડકાર: માત્ર જીત પૂરતી નથી
ચેન્નાઈના મેદાન પર ભારતનો મુકાબલો ઝિમ્બાબ્વે સામે થવા જઈ રહ્યો છે. સાઉથ આફ્રિકા સામે 76 રનથી કારમો પરાજય મળ્યા બાદ ભારતનો નેટ રન રેટ (NRR) નકારાત્મક થઈ ગયો છે. હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં પહોંચવા માટે માત્ર બે પોઈન્ટ મેળવવા પૂરતા નથી, પરંતુ ઝિમ્બાબ્વે સામે જંગી અંતરથી વિજય મેળવવો પણ અનિવાર્ય છે.
ટીમ ઈન્ડિયા માટે બેટિંગ વિભાગ ચિંતાનો વિષય છે. અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા યુવા બેટ્સમેનોએ જવાબદારી ઉપાડવી પડશે. જોકે, જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ભારતીય બોલિંગ આક્રમણ અત્યારે લયમાં દેખાઈ રહ્યું છે, જે ઝિમ્બાબ્વેના બેટ્સમેનોને રોકી શકે છે.
અમદાવાદમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સાઉથ આફ્રિકા
બીજી તરફ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે શક્તિશાળી ટીમો, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા આમને-સામને હશે. આ બંને ટીમો અત્યાર સુધી સુપર-8માં એક પણ મેચ હારી નથી. વેસ્ટ ઈન્ડિઝ પોતાની તાકાતવર બેટિંગ માટે જાણીતું છે, જ્યારે સાઉથ આફ્રિકાએ ભારતને હરાવીને સાબિત કર્યું છે કે તેમનું બોલિંગ આક્રમણ કોઈ પણ બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરી શકે છે.
ભારત માટે કોનું જીતવું ફાયદાકારક ?
ભારતનું ભાગ્ય પોતાની મેચ કરતા સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝના પરિણામ પર વધુ નિર્ભર છે:
સાઉથ આફ્રિકાની જીત: જો સાઉથ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝને હરાવે છે, તો ભારત માટે રસ્તો થોડો આસાન બનશે. આ સંજોગોમાં ભારત તેની આગામી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે જીતીને સીધું સેમીફાઈનલમાં સ્થાન બનાવી શકશે.
વેસ્ટ ઈન્ડિઝની જીત: જો વિન્ડિઝ જીતશે તો રન રેટનું ગણિત અત્યંત જટિલ બની જશે. તે સ્થિતિમાં ભારતે બંને મેચ મોટા અંતરથી જીતવાની સાથે અન્ય ટીમોની હાર પર નિર્ભર રહેવું પડશે.
ગુરુવારની આ બંને મેચો ગ્રુપ-1 માંથી સેમીફાઈનલ જનારી બે ભાગ્યશાળી ટીમોના નામ પર મહોર મારશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.