T20 વર્લ્ડ કપ ફાઈનલ: ટીમ ઈન્ડિયામાં ફેરફારની સલાહ
અમદાવાદમાં રમાનારી ફાઈનલ પૂર્વે સુનીલ ગાવસ્કરે અભિષેક અને વરુણને પડતા મૂકવા કહ્યું

ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ખિતાબી જંગ ખેલાવા જઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભારતીય ટીમના પૂર્વ સુકાની અને ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટને ચોંકાવનારી સલાહ આપી છે. ગાવસ્કરનું માનવું છે કે જો ભારતને ચેમ્પિયન બનવું હોય તો પ્લેઈંગ-11 માં કેટલાક કડક નિર્ણયો લેવા અત્યંત જરૂરી છે.
અભિષેક શર્માના ફોર્મ પર ચિંતા :
ટૂર્નામેન્ટ દરમિયાન યુવા ઓપનર અભિષેક શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ગાવસ્કરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહેલા આ ખેલાડીને ફાઈનલ જેવી મોટી મેચમાં તક આપવી જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને સ્પિન બોલરો સામે અભિષેકની નબળાઈ આખી ટૂર્નામેન્ટમાં ચર્ચાનો વિષય બની છે. તેમણે રમેલી 7 ઇનિંગ્સમાં માત્ર 89 રન નોંધાયા છે, જેમાં ત્રણ વખત તે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગો થયો હતો. સેમિ ફાઈનલમાં પણ તે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો.
નવા ઓપનિંગ કોમ્બિનેશન અને મિડલ ઓર્ડરની વકાલાત :
બેટિંગ લાઇનઅપને મજબૂત કરવા માટે ગાવસ્કરે સંજુ સેમસન સાથે ઈશાન કિશનને ઓપનિંગમાં ઉતારવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત, મિડલ ઓર્ડરમાં વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહનો સમાવેશ કરવાની પણ તેમણે ભલામણ કરી છે. ગાવસ્કરના મતે રિંકુ સિંહ જેવો આત્મવિશ્વાસ ધરાવતો ખેલાડી દબાણની સ્થિતિમાં ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર આ ફેરફારો પર વિચાર કરે તે જરૂરી છે.
બોલિંગ વિભાગમાં વ્યૂહાત્મક બદલાવ :
માત્ર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગમાં પણ ગાવસ્કરે એક મહત્વપૂર્ણ ફેરફાર સૂચવ્યો છે. તેમણે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીના સ્થાને ચતુર સ્પિનર કુલદીપ યાદવને ટીમમાં લેવાની સલાહ આપી છે. વરુણ ચક્રવર્તી સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો. ગાવસ્કરનું માનવું છે કે અમદાવાદના મેદાનનું કદ અને પીચની સ્થિતિ જોતા કુલદીપ યાદવની વેરીએશન ભારતને મહત્વની વિકેટો અપાવી શકે છે.
ગાવસ્કર દ્વારા સૂચિત ભારતની મજબૂત પ્લેઈંગ-11
સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.