T20 વર્લ્ડકપ: બાંગ્લાદેશની જીદ, મામલો DRC સમિતિમાં
ભારતમાં રમવા સામે બાંગ્લાદેશનો વિરોધ: ICCએ આપી ચેતવણી, હવે વિવાદનો ઉકેલ લંડનમાં આવશે

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ
ભારત આવવા સામે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો અક્કડ વલણ :
આગામી 7 ફેબ્રુઆરીથી ભારતમાં મેન્સ T20 વર્લ્ડકપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે નવો વિવાદ છેડ્યો છે. પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશે પણ પોતાની મેચો ભારતની બહાર તટસ્થ સ્થળે યોજવાની માંગ કરી છે. જોકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ માંગ સ્વીકારવા તૈયાર નથી. ICCએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો બાંગ્લાદેશે વર્લ્ડકપ રમવો હોય તો ભારત આવવું જ પડશે.
વિવાદ હવે DRC સમિતિ સમક્ષ જશે :
ICCની ચેતવણી બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ મામલાને વિવાદ નિવારણ સમિતિ (DRC) પાસે લઈ જવાનો નિર્ણય કર્યો છે. આ એક સ્વતંત્ર સમિતિ છે જેમાં લંડનના વકીલો સામેલ હોય છે અને તે બ્રિટિશ કાયદા હેઠળ કાર્ય કરે છે. બાંગ્લાદેશને આશા છે કે આ સમિતિ દ્વારા તેમની માંગ પર વિચાર કરવામાં આવશે, જોકે ICC માટે છેલ્લી ઘડીએ આખું શિડ્યુલ બદલવું લગભગ અશક્ય છે.
IPL અને મુસ્તફિઝુર રહેમાન સાથે જોડાયેલા તાર :
રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકાર ભારત સાથેના સંબંધોને લઈને ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે. આ વિવાદ પાછળ IPLમાંથી બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી પણ એક મુખ્ય કારણ હોવાનું મનાય છે. ત્યારથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ભારત વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે.
શા માટે ભારતની બહાર મેચો યોજવી અશક્ય છે ?
ICC આ માંગ સ્વીકારવા તૈયાર નથી તેના કેટલાક મુખ્ય કારણો છે :
આયોજન અને કરાર : ટુર્નામેન્ટની તારીખો અને સ્થળો યજમાન દેશ સાથેના કરાર મુજબ નક્કી થઈ ગયા છે.
લોજિસ્ટિક્સ પડકારો : ટીમોનું રોકાણ,ફ્લાઇટ બુકિંગ,ટિકિટ વેચાણ અને બ્રોડકાસ્ટિંગ સેટઅપ હવે બદલી શકાય તેમ નથી.
સુરક્ષા વ્યવસ્થા : ભારત પાસે મોટી ટુર્નામેન્ટ્સ આયોજિત કરવાનો બહોળો અનુભવ છે અને ખેલાડીઓની સુરક્ષા માટે પૂરતી ખાતરી છે.
ભવિષ્યની અસ્થિરતા : જો એક દેશની માંગ સ્વીકારવામાં આવે, તો ભવિષ્યમાં અન્ય ટીમો પણ આવા બહાના કાઢીને સ્થળ બદલાવવાની માંગ કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.