વર્લ્ડ ચેમ્પિયન ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે ટી-20 શ્રેણીનો પ્રારંભ
ભારત છેલ્લા 11 વર્ષથી ઇગ્લેન્ડ સામે અજેય છે, શું ભારત આ પરંપર બનાવી રાખશે, ગૌતમ ગંભીર માટે રહેશે ખાસ

ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પહેલી મેચ

ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પહેલી મેચ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ કોલકાતામાં રમાશે. આ શ્રેણી ભારત માટે જેટલી મહત્વપૂર્ણ છે, તેટલી જ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેમના માટે બધું જ દાવ પર લાગેલું છે. તેમના આગમનથી, ભારતીય ટીમે વનડે અને ટેસ્ટમાં હારના ઘણા શરમજનક રેકોર્ડ બનાવ્યા છે. ટીમને 27 વર્ષ પછી શ્રીલંકા સામેની ODI શ્રેણીમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો. પછી ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વાર, વ્હાઇટવોશ થયો અને પછી 10 વર્ષ પછી, અમે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવી. હવે એવો ડર છે કે ટીમ ઈન્ડિયા ૧૧ વર્ષ પછી ઈંગ્લેન્ડ સામે ટી૨૦ શ્રેણી હારી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે 3-1 ટેસ્ટ શ્રીણીમાં પરજય સહન કર્યા બાદ ભારતીય ક્રિકેટનું કેલેન્ડર આવતી આજ થી શરુ થઈ રહેલ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 મેચની શ્રેણી તરફ આગળ ધપશે. જોકે ટી-20 ની ભારતની ટીમમાં ત્રણ જ ખેલાડીઓ નીતિશકુમાર રેડ્ડી, હર્ષિત રાણા અને ધ્રુવ જુરેલ એવા છે જેઓ 15 ખેલીડીઓની ભારતીય ટેસ્ટ ટીમમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પણ સામેલ હતા. આજે સાંજે 7 વાગ્ચે રમાનાર ટી-20 પર ભારતના ખિલાડીઓની નજર રહેશે.
ભારત 2014 થી હજુ સુઘી કયારેચ હાર્યું નથી
ટીમ ઈન્ડિયાની સતત હાર બાદ ગૌતમ ગંભીર પર ઘણું દબાણ છે. તેની કોચિંગ કારકિર્દી જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં, તેઓ કોલકાતામાં ઇંગ્લેન્ડને હરાવીને પોતાની લથડતી કારકિર્દી અને ટીમ ઇન્ડિટાના મનોબળની મજબૂત શરૂઆત કરવા માંગશે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાને હારના બીજા ડાઘથી બચવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. કારણ કે છેલ્લા ૧૧ વર્ષથી ભારતીય ટીમ ટી૨૦ માં ઈંગ્લેન્ડ સામે મજબુત પ્રભુત્વ ધરાવે છે.
2014 માં, ઇંગ્લેન્ડે ઘરઆંગણે T20 શ્રેણીમાં ભારતને 1-0 થી હરાવ્યું હતું. છેલ્લા ૧૧ વર્ષમાં બંને ટીમો વચ્ચે ૪ ટી૨૦ શ્રેણી રમાઈ છે, જેમાં ભારતે બે ઘરઆંગણે અને બે ઇંગ્લેન્ડમાં રમી હતી. પરંતુ દર વખતે ભારતીય ટીમ જીતી ગઈ. હવે મુખ્ય કોચ ગંભીર પર તેને અવીરત પણ બરકરાર રાખવાનું દબાણ છે. આવી સ્થિતિમાં, જો કોલકાતામાં મેચ હાર સાથે શરૂ થાય છે તો મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ટીમ ઈન્ડિયા પર દબાણ વધશે.જેથી ટીમ ઇન્ડિયા પહેલાથી જ ઇગ્લેન્ડની ટીમ પર પોતાનું પ્રભુત્વ બનાવી રાખવા પ્રયત્નશીલ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.