ભારતની જીત બાદ હનુમાન મંદિરે પહોંચ્યા સૂર્યકુમાર
T20 વર્લ્ડ કપ જીત બાદ સૂર્યકુમાર, ગૌતમ ગંભીર અને જય શાહે અમદાવાદમાં હનુમાનજીના દર્શન કર્યા

ભારત T20 વર્લ્ડ કપ 2026 વિજેતા

ભારત T20 વર્લ્ડ કપ 2026 વિજેતા
વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર ભારતનો સુવર્ણ યુગ જોવા મળ્યો છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ની રમાંચક ફાઈનલમાં ન્યુઝીલેન્ડને કારમી હાર આપીને ભારતીય ટીમે ઈતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. આ ભવ્ય વિજય બાદ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ટ્રોફી સાથે આસ્થા: હનુમાનજીના શરણે વિજયી વીરો
વિશ્વ વિજેતા બન્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવની સાદગી અને આસ્થાએ કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. જીત મેળવ્યા બાદ તરત જ સૂર્યકુમાર યાદવ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને આઈસીસી ચેરમેન જય શાહ અમદાવાદના સુપ્રસિદ્ધ હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવના હાથમાં ચમકતી વર્લ્ડ કપ ટ્રોફી જોઈ શકાય છે. જીતની ખુશી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ દિગ્ગજોએ દાદાના આશીર્વાદ લીધા હતા.
ભારતે રચ્યો નવો ઈતિહાસ: ત્રણ વાર ચેમ્પિયન
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 96 રનથી પરાજિત કરીને સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું હતું અને હવે 2026માં ફરી ટ્રોફી જીતીને ભારત વિશ્વની સૌથી વધુ ત્રણ વાર ટી20 વર્લ્ડ કપ જીતનારી એકમાત્ર ટીમ બની ગઈ છે.
ફાઈનલનો રોમાંચ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રનનો ખડકલો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારતીય બેટ્સમેનોએ આ નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને 255 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.
256 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય બોલરોના ધારદાર આક્રમણ સામે ટકી શકી નહોતી. ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરીને કિવી ટીમને 19 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ જીત સાથે ભારતે સાબિત કરી દીધું છે કે શા માટે તે વિશ્વની નંબર વન ટીમ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.