સૂર્યકુમાર આપી શ્રેયસ ઐયરની ઈજા અંગે મોટી અપડેટ!
સૂર્યકુમાર યાદવે કહ્યું - 'ઐયર ફોન પર જવાબ આપે છે, મતલબ સંપૂર્ણ સ્વસ્થ છે'

સૂર્યકુમારે ઈજા અંગે મોટી અપડેટ

સૂર્યકુમારે ઈજા અંગે મોટી અપડેટ
ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. સૂર્યકુમારે જણાવ્યું છે કે શ્રેયસની હાલતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે અને હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
સૂર્યકુમાર યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'શ્રેયસની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તે ફોન પર અમને જવાબ આપી રહ્યો છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.' તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી, પરંતુ ઉમેર્યું હતું કે ડૉક્ટરો તેમની સારી સંભાળ રાખી રહ્યા છે અને આગામી થોડા દિવસો સુધી તેમનું નિરીક્ષણ ચાલુ રહેશે.
ઈજાના પ્રથમ દિવસની પરિસ્થિતિ
સૂર્યકુમાર યાદવે ઈજાના સમાચાર મળ્યા ત્યારેની પ્રથમ દિવસની પરિસ્થિતિ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, "પહેલા દિવસે જ્યારે મને ખબર પડી કે શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત છે, ત્યારે મેં તરત તેને ફોન કર્યો. પરંતુ જ્યારે જાણવા મળ્યું કે તેની પાસે ફોન નથી, ત્યારે મેં ફિઝિયોને ફોન કર્યો. ફિઝિયોએ કહ્યું કે તે સ્થિર છે." જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે પહેલો દિવસ ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ હવે તે ઘણું સારું અનુભવી રહ્યો છે.
સિડનીમાં ઈજાગ્રસ્ત થયા હતા ઐયર
આ ઘટના 25મી ઓક્ટોબરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ ODI મેચ દરમિયાન બની હતી. કવર એરિયામાં એલેક્સ કેરેનો કેચ પકડવાના પ્રયાસમાં ડાઈવ લગાવતી વખતે ઐયરને ડાબી પાંસળીની નીચેના ભાગમાં ઈજા થઈ હતી અને તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
BCCIનું નિવેદન: સ્પ્લીન (બરોળ) માં ઈજા
BCCI દ્વારા 27મી ઓક્ટોબરે જાહેર કરાયેલા નિવેદન મુજબ, સ્કેન રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શ્રેયસ ઐય્યરને ડાબી પાંસળીની નીચેના ભાગમાં ઈજા થવાની સાથે સાથે તેની સ્પ્લીન (બરોળ) માં પણ ઈજા થઈ છે. અહેવાલો મુજબ, ઈજાના કારણે આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) પણ થયો હતો. જોકે, હાલમાં તે જોખમની બહાર છે. BCCI દ્વારા નિયુક્ત ડૉક્ટર રિઝવાન ખાનની ટીમ છેલ્લા ત્રણ દિવસથી તેની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સૂર્યકુમારના અપડેટ બાદ શ્રેયસના ચાહકોએ રાહત અનુભવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.