સ્મૃતિ મંધાનાની જીત અને અંગત વિવાદનો ખુલાસો
પલાશ મુચ્છલ સાથેના સંબંધોમાં કડવાશ અને લગ્ન તૂટ્યા બાદ સ્મૃતિએ મેદાન પર આપ્યો જડબાતોડ જવાબ

સ્મૃતિ મંધાના

સ્મૃતિ મંધાના
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને વુમન પ્રીમિયર લીગમાં ઐતિહાસિક વિજય અપાવનાર કેપ્ટન સ્મૃતિ મંધાના અત્યારે ડબલ ખુશીનો અનુભવ કરી રહી છે. એક તરફ મેદાન પરની આ જીત છે, તો બીજી તરફ તેના અંગત જીવનમાં ચાલી રહેલા સંઘર્ષનો વિજયી અંત છે. તાજેતરમાં સ્મૃતિની માતાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી કેટલીક પોસ્ટને કારણે સંગીતકાર પલાશ મુચ્છલ સાથેના તેના તૂટેલા સંબંધો ફરીથી ચર્ચામાં આવ્યા છે.
માતાની ઇમોશનલ પોસ્ટ અને કટાક્ષ :
સ્મૃતિ મંધાનાની માતા સ્મિતાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક એવા સંદેશા શેર કર્યા છે જે સીધો પલાશ મુચ્છલ તરફ ઈશારો કરે છે. તેમણે એક મીમ શેર કર્યું હતું જેમાં મજાકમાં એવું દર્શાવવામાં આવ્યું કે સ્મૃતિએ મેદાન પર પ્રતિસ્પર્ધી બોલરોની ધુલાઈ એવી રીતે કરી જાણે તે દરેક બોલમાં પોતાના ભૂતપૂર્વ સાથીનો ચહેરો જોઈ રહી હોય. આ કટાક્ષ દ્વારા ચાહકો સમજી ગયા છે કે સ્મૃતિના જીવનમાં આવેલી મુશ્કેલીઓનો જવાબ તેણે તેના બેટથી આપ્યો છે.
છેલ્લી ઘડીએ કેમ તૂટ્યા લગ્ન ?
અહેવાલો અનુસાર, સ્મૃતિ અને પલાશના લગ્ન ગત નવેમ્બર મહિનામાં યોજાવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તે રદ કરવામાં આવ્યા. સ્મૃતિના નજીકના મિત્રો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે પલાશની છેતરપિંડી આ સંબંધ તૂટવાનું મુખ્ય કારણ હતી. જોકે, સ્મૃતિએ હંમેશા આ મામલે મૌન સેવ્યું હતું, પરંતુ તેની માતાની પોસ્ટમાં લખેલી એક નોંધમાં જણાવાયું છે કે છેલ્લા દોઢ મહિનાથી સ્મૃતિ અંદરથી ખૂબ પીડાતી હતી અને ચૂપચાપ રડતી હતી.
ટીકાકારોને જડબાતોડ જવાબ :
જ્યારે સ્મૃતિના પર્ફોર્મન્સ પર સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે તેણે શાંત રહીને મહેનત કરવાનું પસંદ કર્યું. WPL ટ્રોફી જીતીને તેણે સાબિત કરી દીધું છે કે અંગત દુઃખ તેની રમત પર હાવી થઈ શક્યું નથી. સોશિયલ મીડિયા પર ચાહકો હવે તેને એક મજબૂત વ્યક્તિત્વ તરીકે બિરદાવી રહ્યા છે, જેણે દગાનો સામનો કર્યા બાદ પણ પોતાની ટીમને ચેમ્પિયન બનાવી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.