ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા શુભમન ગિલ મેદાનમાં ઉતરશે
ટીમ ઇન્ડિયામાં વાપસી પહેલા ગિલ વિજય હઝારે ટ્રોફીમાં પંજાબ તરફથી બે મહત્વની મેચો રમશે

શુભમન ગિલ

શુભમન ગિલ
ટીમ ઇન્ડિયાના નવા સુકાની શુભમન ગિલની એક્શનમાં વાપસી: ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા ડોમેસ્ટિક ક્રિકેટમાં બતાવશે દમ :
ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત 3 જાન્યુઆરીએ થવાની છે, જેમાં ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન શુભમન ગિલનું કમબેક નિશ્ચિત મનાઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ઈજાના કારણે બહાર રહેલો ગિલ હવે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાપસી કરતા પહેલા તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ તરફથી રમતો જોવા મળશે.
વિજય હઝારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમશે ગિલ :
શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામે 11 જાન્યુઆરીથી શરૂ થતી વનડે સીરિઝ પહેલા મેચ પ્રેક્ટિસ મેળવવા માટે વિજય હઝારે ટ્રોફીમાં ભાગ લેશે. ગિલ પંજાબની ટીમ તરફથી સિક્કિમ અને ગોવા સામેની પ્રારંભિક બે મેચોમાં મેદાનમાં ઉતરશે. પગની ઈજામાંથી સાજા થયા બાદ ગિલ હાલ જયપુરમાં સઘન પ્રેક્ટિસ કરી રહ્યો છે. જોકે, 7 જાન્યુઆરીએ ટીમ ઇન્ડિયાના કેમ્પમાં જોડાવવાનું હોવાથી તે ટૂર્નામેન્ટની ત્રીજી મેચમાં રમી શકશે નહીં.
અર્શદીપ સિંહ પણ ફોર્મ મેળવવા મેદાનમાં ઉતરશે :
ગિલની સાથે ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ પંજાબની ટીમમાં જોડાવા માટે તૈયાર છે. ટી20 વર્લ્ડ કપ 2026 ના રોડમેપ માટે અર્શદીપ ખૂબ જ મહત્વનો ખેલાડી છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં પસંદગી પામતા પહેલા તે પણ આ ડોમેસ્ટિક મેચો રમીને લય મેળવવાનો પ્રયાસ કરશે.
ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી ગિલ માટે કેપ્ટન તરીકે ખૂબ જ મહત્વની સાબિત થશે, કારણ કે આ સીરિઝથી ભારતીય ટીમ પોતાના નવા યુગની શરૂઆત કરવા જઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.