BCCIના નિર્દેશ બાદ રોહિત શર્માએ લીધો મોટો નિર્ણય
ODI ટીમમાં સ્થાન જાળવવા માટે દિગ્ગજોએ ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત: BCCI નો કડક સંદેશ

દિગ્ગજોએ ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત

દિગ્ગજોએ ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત
ટેસ્ટ અને T20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ટીમ ઈન્ડિયામાં હવે વન-ડેનો માર્ગ ઘરેલુ ક્રિકેટથી પસાર થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ બંને સિનિયર ખેલાડીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તેઓ વન-ડે ટીમનો હિસ્સો બનવા માગે છે, તો તેમણે ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે બંનેને જણાવી દીધું છે કે, આંતરરાષ્ટ્રીય શેડ્યૂલમાં જ્યારે પણ સમય મળે, ત્યારે વિજય હજારે ટ્રોફી અથવા અન્ય ઘરેલુ ટૂર્નામેન્ટમાં ભાગ લેવો. આ નિર્દેશનો મુખ્ય ઉદ્દેશ્ય સિનિયર ખેલાડીઓની મેચ ફિટનેસ અને લય જાળવી રાખવાનો છે, જેથી તેઓ લાંબા બ્રેક પછી સીધા આંતરરાષ્ટ્રીય મેચમાં ન ઉતરે.
રોહિતે વિજય હજારે ટ્રોફી માટે આપી મંજૂરીBCCI ના આ કડક નિર્દેશ બાદ, રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ને જાણ કરી દીધી છે કે તે વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. રિપોર્ટ અનુસાર, રોહિતે 24 ડિસેમ્બરથી શરૂ થનારા મુંબઈ ટીમના અભિયાનમાં રમવાની પુષ્ટિ કરી દીધી છે. આ સમયગાળો ભારત અને દક્ષિણ આફ્રિકાની વન-ડે સિરીઝ સમાપ્ત થયા પછીનો છે, જ્યારે આગામી વન-ડે સિરીઝ 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થશે.
સિનેક્ટર કમિટીના અધ્યક્ષ અજિત અગરકરે પહેલા પણ સ્પષ્ટતા કરી છે કે, "જો ખેલાડીઓ ફ્રી હોય, તો તેમણે ઘરેલુ ક્રિકેટ રમવી જોઈએ. તે તેમને શાર્પ અને તૈયાર રાખે છે." રોહિત હાલમાં મુંબઈની ઇન્ડોર એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે અને તેણે સૈયદ મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટ માટે પણ ઉપલબ્ધ રહેવાનો સંકેત આપ્યો છે. જોકે વિરાટ કોહલી હાલમાં લંડનમાં છે, પરંતુ બોર્ડને આશા છે કે તે સ્વદેશ પરત ફરીને ઘરેલુ મેદાનમાં ઉતરશે.
પ્રદર્શન છતાં મેચ ટચ જાળવવો જરૂરીતાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માએ સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલીએ પણ પ્રભાવશાળી અણનમ 87 રનની ઇનિંગ રમી હતી. તેમ છતાં બોર્ડ નથી ઈચ્છતું કે આ અનુભવી ખેલાડીઓની મેચ ટચ નબળી પડે, ખાસ કરીને 2027 ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને.
અગરકરે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, "આગામી વન-ડે વર્લ્ડ કપ 2027 માટે ન તો કોહલી અને ન તો રોહિત કોઈ ટ્રાયલ પર છે. બંનેએ ભારતીય ક્રિકેટને ઘણું આપ્યું છે. હવે ટીમની દિશા તેમના અનુભવ, ફિટનેસ અને ઉપલબ્ધતા દ્વારા નક્કી કરવામાં આવશે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.