પાકિસ્તાની ક્રિકેટરનું મહિલા સાથે ગેરવર્તન
શ્રીલંકાની હોટલમાં મહિલા સ્ટાફ સાથે ખરાબ વર્તન બદલ ખેલાડીને દંડ, પીસીબી લેશે કડક પગલાં

પાકિસ્તાન ક્રિકેટર

પાકિસ્તાન ક્રિકેટર
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં વિવાદોના વંટોળમાં ફસાઈ છે. ટી20 વર્લ્ડ કપમાં વહેલા બહાર ફેંકાયા બાદ ટીમની પ્રતિષ્ઠા પહેલેથી જ દાવ પર હતી, ત્યારે હવે શ્રીલંકાના કેન્ડીમાં રમાયેલી મેચ દરમિયાન એક ખેલાડીએ હોટલના મહિલા હાઉસકીપીંગ સ્ટાફ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ફરી એકવાર રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયું છે.
શું છે સમગ્ર ઘટના ?
રિપોર્ટ્સ અનુસાર, આ વિવાદ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની સુપર-8 મેચ પૂર્વે સર્જાયો હતો. ટીમ જે 'ગોલ્ડન ક્રાઉન હોટલ'માં રોકાઈ હતી, ત્યાં એક પાકિસ્તાની ખેલાડીએ મહિલા કર્મચારી સાથે અશોભનીય વર્તન કર્યું હતું. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે મહિલાએ મદદ માટે બૂમો પાડવી પડી હતી. હોટલના અન્ય કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.
મેનેજમેન્ટની મધ્યસ્થી અને દંડની કાર્યવાહી :
હોટલ પ્રશાસન આ મામલે કાયદાકીય પગલાં લેવા મક્કમ હતું, પરંતુ પાકિસ્તાની ટીમના મેનેજર નવેદ ચીમાએ દરમિયાનગીરી કરી હતી. તેમણે ખેલાડી વતી હોટલ મેનેજમેન્ટની માફી માંગી હતી અને મામલો થાળે પાડવા માટે ખેલાડીને સ્થળ પર જ દંડ ફટકાર્યો હતો. જોકે, આ ઘટનાના અહેવાલો બહાર આવતા ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પીસીબી દ્વારા તપાસની શક્યતા :
જોકે હજુ સુધી તે ખેલાડીના નામનો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ પાકિસ્તાન પરત ફર્યા બાદ તેને શિસ્ત સમિતિ સમક્ષ હાજર થવું પડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બોર્ડ આ વખતે માત્ર દંડથી સંતોષ નહીં માને અને ખેલાડી પર લાંબા સમય સુધી પ્રતિબંધ મૂકવા જેવી કડક કાર્યવાહી કરી શકે છે.
પાકિસ્તાની ક્રિકેટરોનો વિવાદાસ્પદ ભૂતકાળ :
આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ વિદેશી ધરતી પર આવી હરકતોમાં પકડાયા હોય. ભૂતકાળમાં પણ ઇંગ્લેન્ડ અને મલેશિયાના પ્રવાસ દરમિયાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પર મહિલાઓ સાથે ગેરવર્તન અને ધરપકડ જેવા ગંભીર આરોપો લાગી ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ પાકિસ્તાની ક્રિકેટના સંસ્કારો અને શિસ્ત પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
મેદાન પર સતત હારનો સામનો કરી રહેલી પાકિસ્તાની ટીમ માટે આ ઘટના બળતામાં ઘી હોમવા સમાન છે. હવે જોવાનું એ રહેશે કે પીસીબી પોતાના ખેલાડીઓને શિસ્તના પાઠ ભણાવવામાં સફળ રહે છે કે ફરી એકવાર મામલો દબાવી દેવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.