T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમની જાહેરાત
સલમાન અલી આગા કેપ્ટન જાહેર: ભારત સાથેના હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા 6 નવા ખેલાડીઓની એન્ટ્રી

પાકિસ્તાન T20 વર્લ્ડ કપ ટીમ

પાકિસ્તાન T20 વર્લ્ડ કપ ટીમ
ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) અનેક અટકળો અને વિવાદો વચ્ચે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં આયોજિત પત્રકાર પરિષદમાં સલમાન અલી આગાને ટીમની કમાન સોંપવામાં આવી છે. પાકિસ્તાન પોતાની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં નેધરલેન્ડ્સ સામે રમશે
સલમાન અલી આગાના હાથમાં ટીમનું સુકાન :
વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ટીમમાં બાબર આઝમ, ફખર ઝમાન અને શાહીન શાહ આફ્રિદી જેવા અનુભવી ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ વખતે ટીમમાં છ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ફહીમ અશરફ અને ખ્વાજા મોહમ્મદ નાફે જેવા ખેલાડીઓ પ્રથમવાર વર્લ્ડ કપ રમતા જોવા મળશે. ટીમની જાહેરાત સિલેક્શન કમિટીના સભ્ય આકિબ જાવેદ અને હેડ કોચ માઈકલ હેસનની હાજરીમાં કરવામાં આવી હતી.
આઈસીસીની ચેતવણી અને પીસીબીનું વલણ :
થોડા સમય પહેલા બાંગ્લાદેશના સમર્થનમાં વર્લ્ડ કપ છોડવાની ધમકી આપનાર પીસીબીને આઈસીસીએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. જો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી ખસી જશે તો પાકિસ્તાની ખેલાડીઓને પીએસએલ માટે એનઓસી (NOC) નહીં આપવા જેવી કાર્યવાહી થઈ શકે છે. જોકે, આ ધમકીઓ વચ્ચે પણ પાકિસ્તાને ટીમની જાહેરાત કરીને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં :
આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ગ્રુપ-એમાં ભારતની સાથે રાખવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ પહેલા પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમશે, જે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. આજથી જ ટીમનો પ્રેક્ટિસ કેમ્પ શરૂ થઈ રહ્યો છે જેથી ખેલાડીઓ ટુર્નામેન્ટ પહેલા લય પ્રાપ્ત કરી શકે છે.
પાકિસ્તાનનું ફાઈનલ સ્ક્વોડ :
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા મોહમ્મદ નાફે, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન, સૈમ અયૂબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન અને ઉસ્માન તારિક છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.