T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનનું નવું નાટક શરૂ
વર્લ્ડકપમાં રમવા બાબતે પાકિસ્તાનનો નિર્ણય ટલ્લે; બાંગ્લાદેશની એન્ટ્રી માટે રસ્તો સાફ?

T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનની અવડચંડાઈ

T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનની અવડચંડાઈ
ક્રિકેટ જગતમાં અત્યારે હલચલ મચી ગઈ છે. ભારતમાં યોજાનારા આગામી T20 વર્લ્ડકપના પ્રારંભને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ નવો વિવાદ છેડીને ખેલપ્રેમીઓને ચોંકાવી દીધા છે. બાંગ્લાદેશના વિરોધ બાદ હવે પાકિસ્તાને પણ આડકતરી રીતે ટુર્નામેન્ટના બહિષ્કારના સંકેતો આપીને આઈસીસી (ICC) માટે મુશ્કેલી ઉભી કરી છે.
ભારતમાં યોજાનારા હાઈ-વોલ્ટેજ T20 વર્લ્ડકપને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નક્વીએ એક નવો વળાંક આપ્યો છે. નક્વીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન ટીમ ભારતમાં રમવા જશે કે નહીં, તે અંગેનો આખરી નિર્ણય લેવા માટે તેમણે વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે બેઠક યોજી છે. જોકે, આ બેઠક બાદ પણ કોઈ મક્કમ નિર્ણય લેવાયો નથી. અગાઉ એવી ધારણા હતી કે નિર્ણય ઝડપથી આવી જશે, પરંતુ હવે મોહસિન નક્વીએ જાહેરાત કરી છે કે અંતિમ નિર્ણય શુક્રવારે અથવા આગામી સોમવારે લેવામાં આવશે. આ વિલંબ પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે.
શું બાંગ્લાદેશ ફરી મેદાનમાં આવશે?રસપ્રદ વાત એ છે કે, આ આખી ઘટનામાં બાંગ્લાદેશની એન્ટ્રીની સંભાવના વધી ગઈ છે. અગાઉ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) સુરક્ષાના બહાના હેઠળ ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો અને તેમની મેચો શ્રીલંકામાં ખસેડવાની માંગ કરી હતી. ICCએ આ જીદ ન સ્વીકારતા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું અને તેના સ્થાને સ્કોટલેન્ડને તક આપી હતી.
પરંતુ હવે જો પાકિસ્તાન છેલ્લી ઘડીએ ખસી જવાનો નિર્ણય લે છે, તો ICC પાસે પાકિસ્તાનના સ્થાને બાંગ્લાદેશને ફરીથી તક આપવાનો વિકલ્પ ખૂલી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન જાણીજોઈને બાંગ્લાદેશના સમર્થનમાં બહિષ્કારનો ડ્રામા કરી રહ્યું છે. જો પાકિસ્તાન હટી જાય, તો ICC બાંગ્લાદેશની 'તમામ મેચો શ્રીલંકામાં ખસેડવાની' શરત સ્વીકારીને તેને ગ્રુપ-એમાં સામેલ કરી શકે છે.
સમજૂતીનું ઉલ્લંઘન અને ICCની કડકાઈપાકિસ્તાને ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત પહેલેથી જ કરી દીધી છે. આવી સ્થિતિમાં હવે ટુર્નામેન્ટના બહિષ્કારની વાતો કરવી એ માત્ર હાસ્યાસ્પદ નથી, પરંતુ ICC અને BCCI સાથે થયેલી ત્રિપક્ષીય સમજૂતીનું સીધું ઉલ્લંઘન ગણાશે. જો પાકિસ્તાન ખરેખર ખસી જશે, તો તેના પર ભારે દંડ અને ભવિષ્યની ટુર્નામેન્ટો પર પ્રતિબંધ જેવી મોટી કાર્યવાહી થઈ શકે છે. સાતમી ફેબ્રુઆરીથી વર્લ્ડકપ શરૂ થવાનો છે અને હજુ સુધી પાકિસ્તાનની આ અસમંજસની સ્થિતિ ક્રિકેટ જગતમાં ભારે ટીકાનું કારણ બની છે.
મુસ્તફિજુર રહેમાનનો વિવાદ અને પૃષ્ઠભૂમિઉલ્લેખનીય છે કે આ વિવાદના મૂળ આઈપીએલ (IPL)-2026 માં છુપાયેલા છે. બાંગ્લાદેશી બોલર મુસ્તફિજુર રહેમાનને IPLમાંથી બહાર કરાયા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સામે મોરચો ખોલ્યો હતો. તેમણે સુરક્ષાના ખોટા બહાના બતાવી મેચો તટસ્થ સ્થળે ખસેડવાની માંગ કરી હતી. પાકિસ્તાન હવે આ જ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે. જો પાકિસ્તાન ખસી જશે, તો તે બાંગ્લાદેશ માટે 'વાઈલ્ડ કાર્ડ' એન્ટ્રી સમાન સાબિત થઈ શકે છે.
હવે સમગ્ર વિશ્વની નજર શુક્રવાર અને સોમવાર પર ટકેલી છે. શું પાકિસ્તાન રમતગમતને રાજકારણથી ઉપર રાખશે, કે પછી આ મોટું ડ્રામા કરીને બાંગ્લાદેશને પાછલા બારણે એન્ટ્રી અપાવવામાં સફળ થશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.