ભારત-પાક મેચ પર પાકિસ્તાનની શરતો, ICC મૂંઝાયું
ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવા પાકિસ્તાને ICC સામે આર્થિક વળતર અને નવી માંગણીઓ મૂકી

ભારત પાકિસ્તાન ક્રિકેટ વિવાદ

ભારત પાકિસ્તાન ક્રિકેટ વિવાદ
ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતામાં હવે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી મેચનો બહિષ્કાર કરવાની વાતો કરનાર પાકિસ્તાન હવે શરતો સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયારી બતાવી રહ્યું હોય તેમ લાગે છે.
લાહોરમાં બેઠકોનો દોર: સમજૂતીના પ્રયાસો :
તાજેતરમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ICCના પ્રતિનિધિઓ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મિટિંગનો મુખ્ય હેતુ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં નિર્ધારિત ભારત-પાકિસ્તાન મેચને રદ થતી બચાવવાનો હતો. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર કરાર થયો નથી, પરંતુ પાકિસ્તાને પોતાની કેટલીક માગણીઓ રજૂ કરી છે.
PCBની મુખ્ય માગણીઓ અને શરતો :
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે કેટલીક આર્થિક અને રાજદ્વારી શરતો રાખી છે:
આર્થિક વળતર: ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેની ફીમાં વધારો અને અન્ય નુકસાન સામે વળતરની માગ
રેવન્યુ શેરિંગ: પાકિસ્તાન ઈચ્છે છે કે તેને આઈસીસીના કુલ રેવન્યુમાંથી મોટો હિસ્સો મળે
યજમાનીના અધિકાર: ભવિષ્યની મોટી ટુર્નામેન્ટો પાકિસ્તાનમાં યોજાય તેની લેખિત ખાતરી
દ્વિપક્ષીય સંબંધો: ભારત સાથે ફરીથી ક્રિકેટ શ્રેણી શરૂ કરવા અંગે દબાણ
બહિષ્કારની ધમકી અને વાસ્તવિકતા :
થોડા સમય પહેલા પાકિસ્તાની નેતાઓએ ભારત સામે નહીં રમવાની જાહેરાત કરી હતી. પરંતુ આર્થિક સ્થિતિ અને વૈશ્વિક ક્રિકેટમાં એકલતા ટાળવા માટે પાકિસ્તાન હવે પોતાનું વલણ નરમ પાડી રહ્યું છે. જો પાકિસ્તાન આ મેચ નથી રમતું તો તેને ભારે નાણાકીય દંડનો સામનો કરવો પડી શકે છે.
હાલમાં બંને ટીમોના પ્રદર્શન પર નજર કરીએ તો બંનેએ ટૂર્નામેન્ટમાં સંઘર્ષપૂર્ણ શરૂઆત કરી છે. હવે જોવાનું એ રહેશે કે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ક્રિકેટ પ્રેમીઓને આ રોમાંચક જંગ જોવા મળશે કે નહીં
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.