ન્યૂઝીલેન્ડે ભારતમાં રચ્યો ઇતિહાસ, 2-1 થી જીતી મેચ
ભારતનો ઘરઆંગણે વનડે સિરીઝમાં શરમજનક પરાજય; ન્યૂઝીલેન્ડે પ્રથમવાર ભારતીય ધરતી પર ઈતિહાસ

ઇન્દોરમાં પહેલીવાર ન્યૂઝીલેન્ડે મેચ જીતી

ઇન્દોરમાં પહેલીવાર ન્યૂઝીલેન્ડે મેચ જીતી
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એક એવો વળાંક આવ્યો છે જેની કલ્પના કદાચ કોઈ પ્રશંસકે કરી નહોતી. ઘરઆંગણે અજેય ગણાતી ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડની 'બી' ગણાતી ટીમે ધૂળ ચટાડી છે. આ જીત માત્ર એક સિરીઝની જીત નથી, પરંતુ કીવી ટીમ દ્વારા ભારતીય ધરતી પર રચાયેલો એક અભૂતપૂર્વ ઈતિહાસ છે. અનુભવી ખેલાડીઓ અને સ્ટાર પાવર હોવા છતાં, ટીમ ઈન્ડિયા યુવા કીવી જોશ સામે ઘૂંટણિયે પડી ગઈ છે.
રવિવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 41 રને પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ હાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે આઘાતજનક છે કારણ કે ન્યૂઝીલેન્ડના ક્રિકેટ ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે તેમણે ભારતમાં આવીને વનડે સિરીઝ જીતી હોય. માઈકલ બ્રેસવેલની આગેવાની હેઠળની આ ટીમે એ સાબિત કરી દીધું કે ક્રિકેટના મેદાનમાં અનુભવ કરતા વર્તમાન પ્રદર્શન અને આત્મવિશ્વાસ વધુ મહત્વનો છે.
સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવાનોનો ચમત્કારઆ સિરીઝની સૌથી મોટી વાત એ હતી કે ન્યૂઝીલેન્ડની ટીમમાં કેન વિલિયમસન, મિચેલ સેન્ટનર, મેટ હેનરી અને રચિન રવીન્દ્ર જેવા દિગ્ગજ ખેલાડીઓ હાજર નહોતા. ટીમમાં જેડન લેનોક્સ અને ક્રિસ્ટિયન ક્લાર્ક જેવા ખેલાડીઓ સામેલ હતા જેઓ હજુ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના પગ જમાવી રહ્યા છે. તેમ છતાં, આ બિનઅનુભવી ટીમે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજોથી સજ્જ ભારતીય ટીમને હંફાવી દીધી. ભારતે કદાચ ન્યૂઝીલેન્ડને હળવાશથી લેવાની મોટી ભૂલ કરી જે તેમને મોંઘી પડી.
ડેરિલ મિશેલ: ભારતીય બોલરો માટે 'કાળ'આખી સિરીઝમાં જો કોઈ એક ખેલાડીએ ભારત પાસેથી જીત છીનવી લીધી હોય તો તે છે ડેરિલ મિશેલ. મિશેલે ભારતીય બોલિંગ લાઇનઅપના લીરેલીરા ઉડાડી દીધા હતા. વડોદરામાં રમાયેલી પ્રથમ મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ, તેણે રાજકોટ અને ઈન્દોરમાં સતત બે સદી ફટકારીને ભારતની હાર નિશ્ચિત કરી હતી. મિશેલે આ સિરીઝમાં 176ની સરેરાશથી 352 રન બનાવ્યા, જે કોઈપણ પ્રવાસી બેટ્સમેન માટે એક મોટું સિદ્ધિ ગણાય.
બીજી તરફ, બોલિંગમાં ન્યૂઝીલેન્ડના નવોદિત ખેલાડીઓએ અજાયબી કરી બતાવી. પ્રથમ આંતરરાષ્ટ્રીય સિરીઝ રમી રહેલા ક્રિસ્ટિયન ક્લાર્કે સૌથી વધુ 7 વિકેટ ઝડપી હતી, જ્યારે કાઈલ જેમિસને પોતાની ઊંચાઈ અને ગતિનો ફાયદો ઉઠાવી 6 વિકેટ લઈને ભારતીય મધ્યક્રમને હચમચાવી નાખ્યો હતો.

ભારત માટે આ સિરીઝમાં કેટલીક સકારાત્મક બાબતો પણ રહી. વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું કે તે કેમ 'કિંગ' કહેવાય છે. કોહલીએ 3 મેચમાં 80ની એવરેજથી 240 રન બનાવીને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. આ ઉપરાંત, યુવા ઓલરાઉન્ડર હર્ષિત રાણાએ પ્રભાવિત કર્યા હતા. રાણાએ બોલિંગમાં 6 વિકેટ લેવાની સાથે બેટિંગમાં પણ 83 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. કેએલ રાહુલે પણ રાજકોટમાં સદી ફટકારીને પોતાના ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા હતા.
પરંતુ, ટીમની હારનું મુખ્ય કારણ સિનિયર ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું. કેપ્ટન રોહિત શર્મા ત્રણ મેચમાં માત્ર 61 રન બનાવી શક્યા, જ્યારે શ્રેયસ અય્યર પણ માત્ર 60 રન જ કરી શક્યા. સૌથી વધુ ચિંતાની વાત રવીન્દ્ર જાડેજાનું ફોર્મ રહ્યું, જેઓ બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં નિષ્ફળ સાબિત થયા. રાજકોટ અને ઈન્દોરમાં જ્યારે ભારતને મજબૂત બેટિંગની જરૂર હતી, ત્યારે આ સિનિયર ખેલાડીઓએ હાથ અધ્ધર કરી દીધા હતા.
આગામી સવાલોઆ હાર બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સામે અનેક સવાલો ઉભા થયા છે. શું ભારતીય ટીમ ઘરઆંગણે સ્પિનરો સામે રમવામાં નબળી પડી રહી છે? શું સિનિયર ખેલાડીઓ પરનો અતિશય ભરોસો ટીમને ભારે પડી રહ્યો છે? ન્યૂઝીલેન્ડે જે રીતે બિનઅનુભવી ખેલાડીઓ સાથે ઈતિહાસ રચ્યો છે, તે ભારત માટે એક ચેતવણી સમાન છે. આગામી સમયમાં જ્યારે ભારત મોટી ટુર્નામેન્ટ્સ રમવા જઈ રહ્યું છે, ત્યારે આ હારમાંથી પાઠ ભણવો અત્યંત અનિવાર્ય છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત