અભિષેક શર્માના ફોર્મ પર મોર્ને મોર્કલનું નિવેદન
ટીમ ઈન્ડિયાના બેટર અભિષેક શર્માના બચાવમાં આવ્યા બોલિંગ કોચ, ગૌતમ ગંભીરે આપી બેટિંગ ટિપ્સ

મોર્ને મોર્કલ

મોર્ને મોર્કલ
ટી-20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. સુપર-8માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે ઓપનર અભિષેક શર્માના ફોર્મ અંગે મોટું નિવેદન આપ્યું છે. મોર્કલે સ્પષ્ટ કર્યું છે કે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીના ફોર્મ અંગે કોઈ ચિંતા નથી અને આખો કેમ્પ તેની સાથે ઉભો છે.
ગૌતમ ગંભીરની સ્પેશિયલ પાઠશાળા :
વર્તમાન ટૂર્નામેન્ટમાં અભિષેક શર્માનું બેટ હજુ સુધી શાંત રહ્યું છે. રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા આ યુવા ખેલાડીને લયમાં લાવવા માટે હેડ કોચ ગૌતમ ગંભીર ખુદ મેદાનમાં ઉતર્યા છે. તાજેતરના પ્રેક્ટિસ સેશન દરમિયાન ગંભીર અને અભિષેક વચ્ચે લાંબી ચર્ચા જોવા મળી હતી, જેમાં કોચે તેને બેટિંગની ટેકનિકલ બારીકીઓ અને સુપર-8ની વ્યૂહરચના સમજાવી હતી.
મોર્ને મોર્કલને અભિષેક પર અતૂટ વિશ્વાસ :
મીડિયા સાથેની વાતચીતમાં મોર્કલે જણાવ્યું હતું કે અભિષેક એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે અને તેને માત્ર એક સારી ઈનિંગની જરૂર છે. તેમણે ઉમેર્યું કે નેટ્સમાં અભિષેક ખૂબ જ સારી રીતે બોલને હિટ કરી રહ્યો છે. અત્યાર સુધી અન્ય ખેલાડીઓ જવાબદારી નિભાવી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે ટૂર્નામેન્ટ નિર્ણાયક વળાંક પર છે, ત્યારે અભિષેકનું ફોર્મમાં આવવું ટીમ માટે પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
સુપર-8માં ભારત માટે પડકાર :
ભારતની સુપર-8ની સફર દક્ષિણ આફ્રિકા સામેની મેચથી શરૂ થઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના મજબૂત બોલિંગ આક્રમણ સામે ભારતને મજબૂત શરૂઆતની જરૂર છે. જો ગૌતમ ગંભીરની ટિપ્સ કામ કરી જશે, તો અભિષેક શર્મા સુપર-8માં ભારત માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે. ચાહકોને આશા છે કે આ મેચમાં તે ફરી એકવાર પોતાનો આક્રમક અંદાજ બતાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.