મોહમ્મદ શમીએ સિલેક્શન સિસ્ટમ સામે જતાવી નારાજગી
T20 ફોર્મેટમાં અન્યાયનો આક્ષેપ; 'શું PR પાછળ પૈસા ખર્ચ નથી કરતો એટલે ટીમમાં સ્થાન નથી?'

મોહમ્મદ શમીનું છલકાયુ દર્દ

મોહમ્મદ શમીનું છલકાયુ દર્દ
ભારતીય ક્રિકેટ જગતમાં હાલમાં એક નવો વિવાદ છેડાયો છે. ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી અને ધારદાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પસંદગીકારો અને ક્રિકેટ સિસ્ટમ સામે પોતાનું મૌન તોડ્યું છે. છેલ્લા એક વર્ષથી વ્હાઇટ બોલ ક્રિકેટ (T20 અને ODI) થી દૂર રખાયેલા શમીએ એક પોડકાસ્ટ દરમિયાન દબાતા સૂરે સ્વીકાર્યું છે કે કદાચ પબ્લિક રિલેશન્સ (PR) પાછળ પૈસા ખર્ચ ન કરવાને કારણે તેમને અવગણવામાં આવી રહ્યા છે. શમીના આ નિવેદને ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં ભારે ચર્ચા જગાડી છે.
પોડકાસ્ટમાં શમીનો આક્રમક અંદાજએક લોકપ્રિય પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન જ્યારે મોહમ્મદ શમીને તેમના T20 કરિયર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આક્રોશ સાથે કહ્યું, "તમે છેલ્લા 5-6 વર્ષનો રેકોર્ડ ઉઠાવીને જોઈ લો. જો કોઈ ભારતીય બોલર (IPL માં પણ) મારી આસપાસ પણ હોય, તો મને જણાવો. તેમ છતાં મને T20 બોલર તરીકે કેમ નથી ગણવામાં આવતો? મેં આ ફોર્મેટમાં અંદાજે 130 જેટલી વિકેટ ઝડપી છે. એક બોલર પાસેથી પસંદગીકારો બીજી શું અપેક્ષા રાખે છે?"
— media (@Monusoni0) March 31, 2026
આ દરમિયાન હોસ્ટે એક તીખો સવાલ પૂછ્યો કે, "શું તમે અન્ય ખેલાડીઓની જેમ પીઆર (PR) એજન્સીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચ નથી કરતા, એટલે તમારી સાથે આવું થાય છે?" આ સવાલના જવાબમાં શમીએ મર્યાદિત પણ ગંભીર શબ્દોમાં કહ્યું, "કદાચ હોઈ શકે છે." આ ટૂંકા જવાબે ભારતીય ક્રિકેટમાં પડદા પાછળ ચાલતી લોબિંગ અને માર્કેટિંગ ગેમ તરફ ઈશારો કર્યો છે.
છેલ્લું શાનદાર પ્રદર્શન અને છતાં અવગણનામોહમ્મદ શમીએ ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે આ ખિતાબ જીત્યો હતો અને તે ટુર્નામેન્ટમાં શમી ભારતનો સંયુક્ત રીતે સૌથી સફળ બોલર રહ્યો હતો. આટલા શાનદાર ફોર્મ અને અનુભવ છતાં, ત્યારબાદ રમાયેલા એશિયા કપ કે T20 વર્લ્ડ કપના સ્ક્વોડમાં શમીને સ્થાન આપવામાં આવ્યું નથી. પસંદગીકારો સતત યુવા બોલરોને અજમાવી રહ્યા છે, પરંતુ શમી જેવા 'વિકેટ ટેકર' બોલરને વ્હાઇટ બોલ ક્રિકેટમાં 'આઉટડેટેડ' ગણવા તે અનેક સવાલો ઉભા કરે છે.
IPL રેકોર્ડ: ક્ષમતાની જીવતી જાગતી સાક્ષીશમીએ IPLમાં જે સાતત્ય બતાવ્યું છે તે કોઈ પણ સ્તરના બોલર માટે સ્વપ્ન સમાન છે:
2019 થી 2021 (પંજાબ કિંગ્સ): પંજાબ માટે રમતા શમીએ દર સીઝનમાં સરેરાશ 19 થી 20 વિકેટ ઝડપી હતી.
2022-2023 (ગુજરાત ટાઇટન્સ): ગુજરાત માટે 2022માં 20 વિકેટ લીધી અને 2023માં તો કમાલ કરી દીધી. તેમણે 28 વિકેટ સાથે 'પર્પલ કેપ' જીતી હતી.
2025 (SRH): સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ગત સીઝન થોડી નબળી રહી હતી, જેમાં 9 મેચમાં તેમને માત્ર 6 વિકેટ મળી હતી. જોકે, એક ખરાબ સીઝનના આધારે કોઈ બોલરની ક્ષમતા પર શંકા કરવી યોગ્ય નથી.
હાલમાં મોહમ્મદ શમી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમનો હિસ્સો છે. 35 વર્ષની ઉંમરે પહોંચેલા શમી માટે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. ખાસ કરીને 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો જે રીતે 'યંગ બ્લડ' પર ધ્યાન આપી રહ્યા છે, તે જોતા શમીનું કરિયર જોખમમાં હોય તેમ લાગે છે.
પ્રતિભા કે પીઆર?શમીના આ ખુલાસાએ એક ગંભીર ચર્ચાને જન્મ આપ્યો છે. શું ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે મેદાન પરના પ્રદર્શન કરતા સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતા અને પીઆર એજન્સીઓનું સંચાલન વધુ મહત્વનું બની ગયું છે? જો 200 વનડે વિકેટ ઝડપનાર અને આઈપીએલમાં પર્પલ કેપ જીતનાર બોલરને પણ પોતાની લાયકાત સાબિત કરવા માટે સંઘર્ષ કરવો પડતો હોય, તો તે સિસ્ટમની મોટી ખામી ગણી શકાય.
ક્રિકેટ ચાહકો હવે સોશિયલ મીડિયા પર શમીના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ખેલાડીની પસંદગી માત્ર અને માત્ર તેના બોલિંગ આંકડા અને પ્રદર્શનના આધારે જ થવી જોઈએ, નહીં કે તેની પીઆર ગેમના આધારે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.