મોહમ્મદ આમિરની ભારત વિશે વિવાદાસ્પદ ભવિષ્યવાણી
ભારત સેમિફાઈનલમાં નહીં પહોંચે તેવા આમિરના દાવા વચ્ચે વેસ્ટઈન્ડીઝ સામે જંગ

મોહમ્મદ આમિર

મોહમ્મદ આમિર
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ફરી એકવાર પોતાના તીખા નિવેદનોને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં રમાઈ રહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન આમિરે દાવો કર્યો છે કે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. આમિરના આ નિવેદને સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે નવી ચર્ચા જગાવી છે.
ભારત માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ :
ભારતીય ટીમે તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામે 72 રનથી શાનદાર વિજય મેળવીને લય પ્રાપ્ત કરી છે. જોકે, ટીમ ઈન્ડિયા માટે આગળની સફર આસાન નથી. હવે ભારતનો સામનો વેસ્ટઈન્ડીઝ સામે થવાનો છે અને આ મેચ સેમિફાઈનલની ટિકિટ નક્કી કરશે. જે ટીમ આ મેચ જીતશે તે અંતિમ ચારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. અગાઉ સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો, જે બાદ આમિરની ટીકાઓ વધી હતી, પરંતુ ચેન્નાઈમાં ભારતે વળતો પ્રહાર કરીને ટીકાકારોને જવાબ આપ્યો હતો.
આમિરના વિવાદિત નિવેદનો અને પાકિસ્તાનનું ગણિત :
એક સ્પોર્ટ્સ શો દરમિયાન આમિરે ભારતીય બેટર અભિષેક શર્માની ટેકનિક પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને તેમને માત્ર મોટા શોર્ટ્સ મારનાર ખેલાડી ગણાવ્યા હતા. પાકિસ્તાનની વાત કરીએ તો, સલમાન અલી આગાની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમને સેમિફાઈનલમાં પહોંચવા માટે મોટા અંતરથી જીતવું અનિવાર્ય છે. શ્રીલંકા સામેની આગામી મેચમાં પાકિસ્તાને કાં તો 64 રનથી જીતવું પડશે અથવા તો 13.1 ઓવરની અંદર લક્ષ્ય હાંસલ કરવો પડશે, તો જ તેઓ નેટ રનરેટમાં ન્યૂઝીલેન્ડને પાછળ છોડી શકશે.
સેમિફાઈનલનું ચિત્ર અને સંભવિત મુકાબલા :
ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા પહેલેથી જ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. સાઉથ આફ્રિકા અત્યાર સુધી અપરાજિત રહીને અજેય સાબિત થયું છે. જો ભારત વેસ્ટઈન્ડીઝને હરાવવામાં સફળ રહેશે, તો 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાઈ-વોલ્ટેજ સેમિફાઈનલ જોવા મળી શકે છે. બીજી તરફ સાઉથ આફ્રિકાનો સામનો પાકિસ્તાન અથવા ન્યૂઝીલેન્ડમાંથી જે ટીમ ક્વોલિફાય થશે તેની સામે થશે.
હવે જોવાનું એ રહેશે કે મોહમ્મદ આમિરની આ નકારાત્મક ભવિષ્યવાણી સાચી પડે છે કે પછી ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝને પછાડીને શાનદાર રીતે સેમિફાઈનલમાં પ્રવેશ કરી આમિરના દાવાઓને ખોટા પાડે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.