ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ડાબોડી સ્પિન બોલર વડોદરાના પૂરમાં ફસાયા
રાધા યાદવ છે T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમનો ભાગ

Left-arm spin bowler of Indian women's cricket team trapped in Vadodara floods

Left-arm spin bowler of Indian women's cricket team trapped in Vadodara floods
વડોદરા: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ડાબોડી સ્પિન બોલર રાધા યાદવ વડોદરામાં પૂરમાં ફસાઈ ગઈ હતી, જો કે, કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા તેને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી. રાધાએ આ મદદ માટે NDRFની ટીમનો આભાર માન્યો છે. રાધાએ બુધવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, "અમે ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અમને બચાવવા માટે NDRFનો ખૂબ ખૂબ આભાર."
હાલના સમયમાં ગુજરાતના ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે. ગુરુવારના અહેવાલો અનુસાર, વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓને કારણે 28 લોકોના મોત થયા છે અને લગભગ 18,000 લોકોને સુરક્ષિત સ્થળો એ ખસેડવામાં આવ્યા છે.
રાધા મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમનો ભાગ છે. 2024નો મહિલા T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતના ગ્રુપમાં ભુતકાળમાં વિજેતા થયેલી ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. ભારત 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
રાધાએ તાજેતરમાં રમાયેલ મહિલા એશિયા કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યાં તેણે બાંગ્લાદેશ સામે સેમિફાઇનલમાં ત્રણ વિકેટ ઝડપી હતી.રાધાએ ભારત માટે 80 T20 મેચમાં 90 વિકેટ લીધી છે. જ્યારે ODIમાં તેણે ભારત માટે માત્ર ચાર મેચ રમી છે અને એક વિકેટ લીધી છે.
- IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.