KKRનો મોટો નિર્ણય: રિંકુ સિંહ બન્યા વાઈસ કેપ્ટન
આન્દ્રે રસેલની જર્સી રિટાયર થઈ, રિંકુ સિંહને યુપી સરકારમાં મળી ગઝેટેડ ઓફિસરની નોકરી

રિંકુ સિંહ KKR વાઈસ કેપ્ટન

રિંકુ સિંહ KKR વાઈસ કેપ્ટન
ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન શરૂ થાય તે પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે અનેક ચોંકાવનારા નિર્ણયો લીધા છે. ટીમના સ્ટાર બેટર રિંકુ સિંહને ફ્રેન્ચાઈઝીએ મોટી જવાબદારી સોંપતા નવા વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય ટીમમાં લાંબા ગાળાના નેતૃત્વને તૈયાર કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે.
નાઈટ્સ અનપ્લગ્ડ 3.0 માં સત્તાવાર જાહેરાત :
કોલકાતામાં આયોજિત એક ભવ્ય ઇવેન્ટ દરમિયાન KKR ના CEO વેન્કી મૈસૂરે રિંકુ સિંહના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. હવે રિંકુ સિંહ અનુભવી ખેલાડી અજિંક્ય રહાણેની સાથે મળીને ટીમની રણનીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ટીમના કોચિંગ સ્ટાફનું માનવું છે કે રિંકુમાં કુદરતી નેતૃત્વના ગુણો છે અને T20 વર્લ્ડ કપના શાનદાર પ્રદર્શન બાદ આ જવાબદારી માટે તે સર્વોત્તમ પસંદગી છે.
રિંકુ સિંહ: મેદાન પર વાઈસ કેપ્ટન અને સરકારી તંત્રમાં ઓફિસર
રિંકુ સિંહ માટે આ સમયગાળો વ્યક્તિગત રીતે પણ ખૂબ જ સફળ સાબિત થયો છે. ઉત્તરપ્રદેશ સરકારે તેમની રમતગમત પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ગઝેટેડ ઓફિસર તરીકે 'રીજનલ સ્પોર્ટ્સ ઓફિસર' ના પદ પર નિમણૂક કરી છે. આ હાઈ-પ્રોફાઈલ સરકારી નોકરીમાં તેમને સન્માનજનક પગારની સાથે રાજ્યના રમતગમત ક્ષેત્રને વિકસાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. રિંકુએ આ તક બદલ સરકારનો આભાર માનીને યુવા ખેલાડીઓને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
શૂન્યમાંથી સર્જન: 80 લાખથી 13 કરોડની સફર
રિંકુ સિંહની કારકિર્દી કોઈપણ ફિલ્મી પ્લોટ જેવી પ્રેરણાદાયી છે. વર્ષ 2018 માં માત્ર 80 લાખ રૂપિયામાં KKR સાથે જોડાયેલા રિંકુને 2025 ની હરાજી પહેલા ફ્રેન્ચાઈઝીએ 13 કરોડ રૂપિયાની માતબર રકમ સાથે રિટેન કર્યો હતો. સતત પાંચ સિક્સર ફટકારીને અશક્ય જીત અપાવનાર રિંકુ આજે KKR નો સૌથી મોટો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો છે.
આન્દ્રે રસેલની જર્સી રિટાયર અને નવી ભૂમિકા :
KKR ના ઈતિહાસના સૌથી વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ માટે એક યુગનો અંત આવ્યો છે. ફ્રેન્ચાઈઝીએ તેના સન્માનમાં જર્સી નંબર 12 ને હંમેશા માટે રિટાયર કરી દીધી છે. જોકે, રસેલ ટીમ સાથે જોડાયેલા રહેશે, પરંતુ હવે તે મેદાન પર રમવાને બદલે 'પાવર કોચ' તરીકે ખેલાડીઓને તાલીમ આપશે. રસેલે આ પ્રવાસને અત્યંત ભાવુક ગણાવ્યો હતો.
ટીમનું નવું સમીકરણ અને ઈજાનું ગ્રહણ :
KKR એ આ વખતે આન્દ્રે રસેલ અને વેંકટેશ અય્યર જેવા જૂના ખેલાડીઓને મુક્ત કરીને કેમેરોન ગ્રીન પર 25.20 કરોડનો મોટો દાવ ખેલ્યો છે. જોકે, ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ટીમને ઈજાની સમસ્યા નડી રહી છે. આકાશ દીપ બહાર થઈ જતા સૌરભ દુબેને સ્થાન મળ્યું છે, જ્યારે હર્ષિત રાણા અને પથિરાનાની ફિટનેસ પર હજુ સવાલો છે. KKR પોતાની પ્રથમ મેચ 29 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમીને અભિયાનની શરૂઆત કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.