T20માં ઈશાન કિશનના તોફાનથી સંજૂનું સ્થાન જોખમમાં?
ન્યૂઝીલેન્ડ સામે કિશનની વિસ્ફોટક બેટિંગ અને સેમસનનું ખરાબ ફોર્મ; વર્લ્ડ કપ પહેલા ટીમમાં

ઈશાન કિશનની સરપ્રાઈઝ એન્ટ્રી અને શાનદાર વાપસી

ઈશાન કિશનની સરપ્રાઈઝ એન્ટ્રી અને શાનદાર વાપસી
ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીને લઈને અત્યારે જબરદસ્ત હલચલ મચી ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીએ પ્લેઈંગ ઈલેવનમાં એવા સમીકરણો સર્જ્યા છે કે અનુભવી ખેલાડીઓ માટે પણ પોતાનું સ્થાન ટકાવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને સંજૂ સેમસન અને ઈશાન કિશન વચ્ચેની આ જંગ હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે.
જ્યારે ભારતીય T20 વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ઈશાન કિશનનું નામ મુખ્ય યાદીમાં નહોતું, પરંતુ તેને સંજૂ સેમસનના બેકઅપ વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો હતો. ઈશાન કિશને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય T20 મેચ વર્ષ 2023માં રમી હતી. લાંબા સમય સુધી ટીમથી બહાર રહ્યા બાદ, છેલ્લી ઘડીએ ટીમ કોમ્બિનેશન બદલાતા તેને તક મળી. ભાગ્ય અને ફોર્મ બંનેએ તેને સાથ આપ્યો અને આજે તે ભારતીય ઓપનિંગ સ્લોટ માટે સૌથી મજબૂત દાવેદાર બનીને ઉભરી આવ્યો છે.
તિલક વર્માની ઈજા અને કિશનની તકન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી શરૂ થાય તે પહેલા જ તિલક વર્મા અચાનક ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાએ ઈશાન કિશન માટે પ્લેઈંગ ઈલેવનના દરવાજા ખોલી દીધા. કિશનને નંબર 3 પર બેટિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રથમ મેચમાં માત્ર 8 રન પર આઉટ થયા બાદ તેણે જે રીતે કમબેક કર્યું તે જોવા જેવું હતું.
બીજી T20: માત્ર 32 બોલમાં વિસ્ફોટક 76 રન ફટકારી કિશને કિવી બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી.
ત્રીજી T20: 13 બોલમાં ઝડપી 28 રન બનાવીને તેણે સાબિત કર્યું કે તે પાવરપ્લેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે છે.
બીજી તરફ, જે ખેલાડી પર સિલેક્ટર્સે સૌથી વધુ ભરોસો મૂક્યો હતો તે સંજૂ સેમસન અત્યારે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. શુભમન ગિલને બહાર કરીને સેમસનને ઓપનર તરીકેની મોટી જવાબદારી સોંપાઈ હતી, પરંતુ પ્રથમ ત્રણ મેચમાં તેનો સ્કોર 10, 6 અને 0 રન રહ્યો છે. સેમસનનું આ ખરાબ પ્રદર્શન તેની કારકિર્દી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે તે માત્ર ઓપનર તરીકે જ નહીં પરંતુ વિકેટકીપર તરીકે પણ ઈશાન કિશન સાથે સ્પર્ધામાં છે.
નવા સમીકરણો: શું સેમસન બહાર થશે?હવે ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે કે જ્યારે તિલક વર્મા ઈજામાંથી સાજો થઈને પાછો આવશે, ત્યારે કોણે બહાર બેસવું પડશે?
વિકલ્પ 1: જો સેમસનનું ફોર્મ આવું જ રહ્યું, તો ઈશાન કિશન ઓપનિંગ અને વિકેટકિપિંગ બંનેની જવાબદારી સંભાળી લેશે.
વિકલ્પ 2: આ સ્થિતિમાં તિલક વર્માને મિડલ ઓર્ડરમાં પોતાનું જૂનું સ્થાન પાછું મળી જશે અને સંજૂ સેમસનને પડતો મૂકવામાં આવશે.
ઈશાન કિશન ડાબોડી બેટ્સમેન હોવાનો વધારાનો ફાયદો પણ ટીમ ઇન્ડિયાને મળે છે, જે રાઈટ-લેફ્ટ કોમ્બિનેશન જાળવવામાં મદદરૂપ થાય છે. જો સેમસન આગામી મેચોમાં મોટી ઈનિંગ નહીં રમે, તો વર્લ્ડ કપના પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત માનવું મુશ્કેલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.