IPL 2026 શેડ્યૂલ જાહેર: RCB અને SRH વચ્ચે જંગ
28 માર્ચથી આઈપીએલની 19મી સિઝનનો પ્રારંભ, બેંગલુરુમાં રમાશે પ્રથમ મેચ

PL 2026 પ્રથમ તબક્કાનું શેડ્યૂલ

PL 2026 પ્રથમ તબક્કાનું શેડ્યૂલ
T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની શાનદાર જીત બાદ હવે ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક રોમાંચક સમાચાર સામે આવ્યા છે. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝનનો પ્રારંભ 28 માર્ચ, 2026 થી થવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આઈપીએલના પ્રથમ તબક્કાના ફિક્સર જાહેર કરી દેવામાં આવ્યા છે. સિઝનની પ્રથમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
ઓપનિંગ મેચમાં RCB અને SRH સામસામે :
આઈપીએલ 2026 ની શરૂઆત ધમાકેદાર રહેવાની છે. પ્રથમ મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મુકાબલો થશે. આ મેચ 28 માર્ચે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. એક તરફ વિરાટ કોહલીની RCB અને બીજી તરફ હૈદરાબાદની ટીમ વચ્ચેના આ જંગને જોવા માટે ચાહકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે.
પ્રથમ તબક્કાનું સંપૂર્ણ ટાઈમ-ટેબલ :
પ્રથમ તબક્કામાં કુલ 20 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું વિવરણ નીચે મુજબ છે:

વિરાટ કોહલી મેદાન પર ઉતરવા સજ્જ :
આઈપીએલ શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આરસીબીએ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં 'કિંગ' કોહલી પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. ફ્રેન્ચાઈઝીએ સંકેત આપ્યો છે કે રન મશીન નવી સિઝન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આરસીબી આ વખતે પણ પોતાના ટાઈટલને બચાવવા માટે મેદાનમાં ઉતરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.