IPL 2026: મિની ઓક્શન માટે 350 ખેલાડીઓની યાદી જાહેર
અબુ ધાબીમાં 16 ડિસેમ્બરે ઓક્શન, ગ્રીન, સ્મિથ અને ડી કોક જેવા દિગ્ગજો પર નજર

IPL 2026 મિની ઓક્શન

IPL 2026 મિની ઓક્શન
IPL 2026: મિની ઓક્શનની અંતિમ યાદી જાહેર, મોટા નામોની એન્ટ્રી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેનું મિની ઓક્શન 16મી ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવા જઈ રહ્યું છે. આ મેગા ઇવેન્ટ માટે કુલ 350 ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે ઓક્શનમાં કેટલાક મોટા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સરપ્રાઇઝ એન્ટ્રી થઈ છે, જેના પર તમામ ફ્રેન્ચાઈઝીની નજર રહેશે.
મોટા ખેલાડીઓ અને નવા ઉમેરાઓ :
ફ્રેન્ચાઇઝીની અપીલ પર કુલ 35 નવા ખેલાડીઓનો અંતિમ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી મોંઘા ખેલાડીઓમાં ગણાતા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને બેટર તરીકે નોંધણી કરાવી છે અને તે પહેલા સેટમાં જોવા મળશે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટર ક્વિન્ટન ડી કોક, ડુનિથ વેલાલગે અને જ્યોર્જ લિન્ડે જેવા ખેલાડીઓનો પણ અંતિમ યાદીમાં સમાવેશ કરાયો છે.
ક્વિન્ટન ડી કોક: તાજેતરમાં વન-ડે નિવૃત્તિમાંથી પાછા ફરેલા ડી કોકની બેઝ પ્રાઈઝ ₹1 કરોડ છે.
સ્ટીવ સ્મિથ: ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથ, જેણે છેલ્લે 2021માં IPL રમી હતી, તેની બેઝ પ્રાઈઝ ₹2 કરોડ છે.
₹2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા અન્ય ખેલાડીઓમાં કેમેરોન ગ્રીન, જેક ફ્રેઝર મેકગર્ક, ડેવોન કોન્વે, ડેવિડ મિલર અને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા રિલીઝ કરાયેલો વેંકટેશ ઐયરનો સમાવેશ થાય છે.
શોર્ટલિસ્ટ થયેલા 350 ખેલાડીઓમાંથી 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડીઓ છે. પૃથ્વી શો અને સરફરાઝ ખાન જેવા ભારતીય ખેલાડીઓ પણ ₹75 લાખની બેઝ પ્રાઈઝ સાથે પહેલા સેટમાં સામેલ છે.
ઓક્શનની પ્રક્રિયા અને ફ્રેન્ચાઈઝીની રણનીતિ :
શરૂઆતમાં 1,390 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 350 ખેલાડીઓની અંતિમ પસંદગી કરવામાં આવી છે.
ઓક્શનની શરૂઆત કેપ્ડ ખેલાડીઓ (બેટર, ઓલરાઉન્ડર, વિકેટકીપર-બેટર, ફાસ્ટ બોલર અને સ્પિન બોલરો)ના રાઉન્ડથી થશે, ત્યારબાદ અનકેપ્ડ ખેલાડીઓનો રાઉન્ડ શરૂ થશે. ઓક્શનમાં કુલ 77 સ્લોટ ભરવાના ઉપલબ્ધ છે, જેમાં 31 વિદેશી સ્લોટનો સમાવેશ થાય છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ₹64.30 કરોડના સૌથી મોટા પર્સ સાથે ઓક્શનમાં ઉતરશે. તેમને 6 વિદેશી સ્લોટ સહિત કુલ 13 સ્લોટ ભરવાના બાકી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.