IPL 2026: બાંગ્લાદેશના ખિલાડીઓ અંગે ICC ની ચોખવટ
9.20 કરોડમાં વેચાયેલા મુસ્તાફિઝુરની IPL એન્ટ્રી પર સવાલ; BCCI એ કહ્યું- 'વેઈટ એન્ડ વૉચ'

મુસ્તાફિઝુર અને KKR વચ્ચેનો વિવાદ

મુસ્તાફિઝુર અને KKR વચ્ચેનો વિવાદ
IPL 2026 ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને ₹9.20 કરોડની તોતિંગ કિંમતે ખરીદીને દરેકને ચોંકાવી દીધા છે. જોકે, આ ખરીદી બાદ KKR ને સોશિયલ મીડિયા પર ફેન્સના આકરા આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને ભારત વિરોધી દેખાવોને કારણે ફેન્સ બાંગ્લાદેશી ખેલાડીઓને ભારતની ધરતી પર રમતા જોવા માંગતા નથી.
BCCI નું સ્ટેન્ડ અને વિઝાની સ્થિતિ: BCCI એ હાલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. બોર્ડના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, "બાંગ્લાદેશ કોઈ દુશ્મન દેશ નથી અને અમે સરકારના આદેશ વિના કોઈ નિર્ણય લઈશું નહીં." આગામી T20 વર્લ્ડ કપ માટે મુસ્તાફિઝુર વિઝા અરજી કરશે, જેને IPL માટે લંબાવવાની શક્યતા છે.
NOC અને આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ: મુસ્તાફિઝુરની ઉપલબ્ધતા સામે હજુ પણ બે મોટા પડકારો છે:
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB): એપ્રિલમાં બાંગ્લાદેશની ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ છે. જો BCB તેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહીં આપે, તો તે અડધી સીઝન ગુમાવી શકે છે.
રાજકીય દબાણ: બાંગ્લાદેશમાં બદલાયેલી સત્તા અને ભારત સાથેના વિઝા વિવાદને કારણે છેલ્લી ઘડીએ ફેરફાર થઈ શકે છે.
ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય: ઓગસ્ટ 2024 માં શેખ હસીના સરકારના પતન પછી બંને દેશો વચ્ચેના સંબંધો નિમ્ન સ્તરે પહોંચ્યા છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં બનેલી મોબ લિંચિંગની ઘટનાઓએ ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓ વિરુદ્ધના માહોલને વધુ ગંભીર બનાવ્યો છે. KKR ના આ નિર્ણયને કારણે ટીમના માલિકો પણ દબાણ હેઠળ છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત