IPL 2026: મેદાન પર એન્ટ્રી માટે BCCIના કડક નિયમો
લિસ્ટેડ 16 ખેલાડીઓ જ જઈ શકશે મેદાનમાં; વધારાના ખેલાડીઓના ડ્રિંક્સ કે મેસેજ લાવવા પર રોક

મેદાન પર વધારે ખેલાડિઓ નહી આવી શકે

મેદાન પર વધારે ખેલાડિઓ નહી આવી શકે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની ૧૯મી સીઝન અત્યારે રોમાંચક તબક્કે પહોંચી છે. ૧૪ મેચો પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રમતની શિસ્ત અને ગતિ જાળવી રાખવા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડે ખેલાડીઓની મેદાન પરની અવરજવરને લઈને નવા નિયમો લાગુ કર્યા છે, જેના કારણે હવે ટીમોએ મેચ દરમિયાન રણનીતિ બનાવવામાં વધુ સાવચેતી રાખવી પડશે.
શું છે નવો '૧૬ ખેલાડીઓનો' નિયમ?નવા નિયમ મુજબ, મેચ શરૂ થયા પછી કોઈપણ ટીમના માત્ર એવા ૧૬ ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે જેમના નામ સત્તાવાર 'ટીમ શીટ' પર નોંધાયેલા હશે. આ ૧૬ ખેલાડીઓમાં:
૧૧ ખેલાડીઓ: જેઓ મેચની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે.
૧ ઈમ્પેક્ટ પ્લેયર: જે સબસ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં આવી શકે છે.
૪ રિઝર્વ ખેલાડીઓ: જેમને ટીમ શીટમાં વધારાના ખેલાડી તરીકે સ્થાન અપાયું હોય.
આ ૧૬ ખેલાડીઓ સિવાય ટીમના અન્ય કોઈ પણ સભ્યો, પછી તે મોટા સ્ટાર ખેલાડી હોય કે સપોર્ટ સ્ટાફ, તેમને સીમા રેખા (બાઉન્ડ્રી લાઇન) ઓળંગવાની કે મેદાનમાં પ્રવેશવાની સખત મનાઈ રહેશે. બાકીના તમામ ખેલાડીઓએ ફરજિયાતપણે ડગઆઉટમાં જ બેસવું પડશે.
ડ્રિંક્સ અને મેસેજ મોકલવા પર તરાપઆ નિયમની સૌથી મોટી અસર રમતની રણનીતિ પર પડશે. અત્યાર સુધી જોવા મળતું હતું કે ટીમ શીટની બહારના ખેલાડીઓ પણ ડ્રિંક્સ, નવા ગ્લવ્ઝ કે બેટ લઈને મેદાનમાં જતા હતા અને આ બહાને ડ્રેસિંગ રૂમ કે કોચનો મેસેજ કેપ્ટન સુધી પહોંચાડતા હતા. પરંતુ હવે:
ટીમ શીટમાં જેમના નામ નથી તેવા ખેલાડીઓ ડ્રિંક્સ કે મેસેજ લઈને મેદાનમાં નહીં જઈ શકે.
બાઉન્ડ્રી લાઇન અને LED જાહેરાત બોર્ડની વચ્ચે માત્ર ૫ ખેલાડીઓ જ બિબ (Bib) પહેરીને ઉભા રહી શકશે.
સબ્સ્ટીટ્યૂટ ખેલાડીઓની બિનજરૂરી અવરજવર પર હવે અમ્પાયરો કડક નજર રાખશે.
જોકે BCCIએ આ ફેરફાર પાછળનું કોઈ સત્તાવાર કારણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય 'મેચ પ્લેઈંગ કન્ડિશન' (MPC) ની કલમ ૧૧.૫.૨ અને ૨૪.૧.૪ ને વધુ કડકાઈથી લાગુ કરવા માટે લેવાયો છે. ૧. સમયનો બચાવ: વારંવાર ડ્રિંક્સ કે સાધન બદલવાના બહાને મેદાનમાં આવતા ખેલાડીઓ રમતની ગતિ ધીમી કરે છે. ૨. શિસ્ત જાળવવા: મેદાન પર બિનજરૂરી ભીડ અને બહારથી મળતી સૂચનાઓને રોકવા માટે આ પગલું જરૂરી હતું. ૩. રમતની શુદ્ધતા: અમ્પાયરની પરવાનગી વિના મેદાનમાં પ્રવેશવું એ નિયમોની વિરુદ્ધ છે, જેને હવે કડક રીતે અમલી બનાવવામાં આવશે.
ટીમ મેનેજમેન્ટ માટે નવી મૂંઝવણઆ નિયમમાં એક સ્પષ્ટતા હજુ બાકી છે કે જો ફિલ્ડિંગ કરતી ટીમના ખેલાડીને ઈજા થાય અને વધારાના ફિલ્ડરની જરૂર પડે, તો શું તે લિસ્ટેડ ૧૬ ખેલાડીઓમાંથી જ હોવો જોઈએ? જો ટીમની બહારના ખેલાડીને ફિલ્ડિંગમાં લેવામાં આવે તો તે નિયમનો ભંગ ગણાશે કે કેમ, તે અંગે ટીમોમાં મડાગાંઠ છે.
બોર્ડે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જો કોઈ ટીમ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે. આઈપીએલના આ નવા કાયદાઓએ હવે કોચ અને કેપ્ટનોને મેચ પહેલા જ પોતાની રણનીતિ વધુ સચોટ રીતે નક્કી કરવા મજબૂર કર્યા છે.
તમામ ફ્રેન્ચાઇઝીઓને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે અને આગામી મેચોમાં તેની અસર મેદાન પર સ્પષ્ટપણે જોવા મળશે.

દુલીપ ટ્રોફી 2026માં વૈભવ સૂર્યવંશીએ બેટિંગમાં 8 રન બાદ બોલિંગમાં કમાલ કર્યો. ઈસ્ટ ઝોનના વૈભવે નોર્થ ઈસ્ટ ઝોન સામે માત્ર 4 બોલમાં 2 વિકેટ ઝડપી અને 3 ઓવરમાં 11 રન આપ્યા.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.