INDvsAUS: કોહલી શૂન્ય પર આઉટ! વરસાદે મેચ અટકાવી
રોહિત, કોહલી અને ગિલ સસ્તામાં આઉટ; સ્ટાર્કે કોહલીને બીજીવાર શૂન્ય પર કર્યો આઉટ

પહેલી જ મેચમાં ભારતનો ધબડકો

પહેલી જ મેચમાં ભારતનો ધબડકો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે (19 ઓક્ટોબર) પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડરના ધબડકાને કારણે ટીમ દબાણમાં આવી ગઈ છે.
ટોપ ઓર્ડરનો ધબડકો:
મેચમાં 224 દિવસ બાદ વનડે રમવા ઉતરેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કંગાળ દેખાવ કર્યો હતો.
ચોથી ઓવરમાં જ 13 રનના સ્કોર પર અનુભવી ઓપનર રોહિત શર્મા માત્ર 8 રન બનાવીને જોશ હેઝલવુડનો શિકાર બન્યો.
ત્યારબાદ ટીમમાં વાપસી કરી રહેલો વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના મિચેલ સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો.
નવા વનડે કેપ્ટન શુભમન ગિલ પણ માત્ર 10 રન બનાવીને નાથાન એલિસની બોલિંગમાં ફિલિપના હાથે કેચ થમાવી બેઠો હતો.
આના કારણે ટીમ ઈન્ડિયાનો સ્કોર 25 રનમાં 3 વિકેટ થઈ ગયો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર અને અન્ય બેટ્સમેનોએ સ્કોરને આગળ ધપાવ્યો, પરંતુ સ્કોર 37-3 થયો ત્યાં જ વરસાદનું વિઘ્ન આવતા મેચ અટકાવવી પડી હતી.
કોહલીએ બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ:
આ મેચમાં વિરાટ કોહલીએ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર વનડેમાં કોહલી શૂન્ય (ડક) પર આઉટ થયો હોય તેવી આ પહેલી ઘટના છે. આ ઉપરાંત, મિશેલ સ્ટાર્ક હવે બીજો બોલર બની ગયો છે જેણે વિરાટ કોહલીને વનડેમાં બે વાર શૂન્ય પર આઉટ કર્યો છે. સ્ટાર્ક પહેલા આ સિદ્ધિ માત્ર જેમ્સ એન્ડરસનના નામે હતી.
વરસાદ રોકાયા બાદ અમ્પાયર મેચ ફરી ક્યારે શરૂ થશે તેનો નિર્ણય લેશે. હાલમાં વરસાદ રોકાતા મેચ ફરી શરૂ થઈ હતી, જ્યારે અક્ષર પટેલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર હતા અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 34-3 હતો.
ડેબ્યૂ અને કેપ્ટનશીપ:
આ મેચ શુભમન ગિલ માટે વનડે કેપ્ટન તરીકે પ્રથમ મેચ છે. ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ પેટ કમિન્સની ગેરહાજરીમાં મિચેલ માર્શ સંભાળી રહ્યા છે. આ મેચમાં ભારતના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ વનડેમાં ડેબ્યૂ કર્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ ઓવેન અને મેથ્યુ રેનશો પણ પોતાની પ્રથમ વનડે રમી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.