આજે ભારત vs ઇગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચોની ODI સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમાશે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે 1.30 વાગ્યે ટકરાશે. ટોસ એક વાગ્યે થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે સીરિઝમાં 2-0 ની અજેય લીડ જાળવી રાખી છે. ભારત બુધવારે ઇંગ્લેન્ડને વ્હાઇટવોશ કરવા માંગશે. તે જ સમયે, જોસ બટલરની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમ શ્રેણીનો અંત જીત સાથે કરવા માંગશે.
ભારતીય ટીમની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા બંને ટીમોની છેલ્લી મેચ છે. ભારતીય ચાહકો ફરી એકવાર 'હિટમેન' રોહિત પાસેથી ઝંઝાવાતી ઇનિંગ્સની અપેક્ષા રાખશે. બીજી વનડેમાં સદી (119) ફટકારીને તે ફોર્મમાં પાછો ફર્યો. રોહીત પોતાના એક દિવસીય મેચના 11 હજાર રનથી માત્ર 13 રન દુર છે તો દર્શકોની નઝર તેના પર પણ રહેશે. તો બીજી તરફ આ મેચમાં, બધાની નજર વિરાટ કોહલી પર રહેશે, જે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. કટકમાં તે ફક્ત 5 રન જ બનાવી શક્યો. આજે કોહલી પર દર્શકોની નજર રહેશે.
ભારતનું સંભવીત પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
ઇંગ્લેન્ડનું પ્લેઇંગ-11
જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, બેન ડકેટ, જો રૂટ, ફિલિપ સોલ્ટ, જેમી સ્મિથ (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, ટોમ બેન્ટન, બ્રાયડન કાર્સ, માર્ક વુડ, ગુસ એટકિન્સન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ.