ભારત-વેસ્ટ ઇન્ડિઝ મુકાબલો સેમિફાઈનલ દાવ
T20 વર્લ્ડ કપ 2026માં ઈડન ગાર્ડન્સે નિર્ણાયક ટક્કર, જીતે તે સેમિફાઈનલમાં પ્રવેશ

ભારત વેસ્ટ ઇન્ડિઝ સેમિફાઈનલ

ભારત વેસ્ટ ઇન્ડિઝ સેમિફાઈનલ
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. રવિવાર, 1 માર્ચના રોજ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાશે. આ મેચ માત્ર એક મુકાબલો નથી, પરંતુ સેમિફાઈનલની ટિકિટ મેળવવા માટેનો 'કરો કે મરો' જેવો જંગ છે. આ મેચમાં વિજય મેળવનારી ટીમ સીધી અંતિમ ચારમાં પ્રવેશ કરશે, જ્યારે પરાજિત ટીમ માટે વર્લ્ડ કપની સફર અહીં જ પૂરી થઈ જશે.
સેમિફાઈનલનું ગણિત: શું ભારત અને ઇંગ્લેન્ડ ફરી ટકરાશે ?
સુપર-8 તબક્કામાં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતે ઝિમ્બાબ્વેને હરાવીને ફરી એકવાર લય પ્રાપ્ત કરી છે. જો ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝને પરાજય આપે છે, તો તેના કુલ 4 પોઈન્ટ્સ થશે. ગ્રુપ-1 માં દક્ષિણ આફ્રિકા સારા નેટ રન રેટ સાથે ટોચ પર રહે તેવી પ્રબળ શક્યતા છે. આ સ્થિતિમાં ભારત બીજા ક્રમે રહીને સેમિફાઈનલમાં પ્રવેશશે.
બીજી તરફ, ગ્રુપ-2 માં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ટોચનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જો સમીકરણો આ મુજબ રહ્યા, તો 5 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી બીજી સેમિફાઈનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે.
ઇંગ્લેન્ડનો પડકાર: 2024ના પરાજયનો બદલો લેવા તૈયાર
વર્ષ 2024ના વર્લ્ડ કપમાં ભારતે ઇંગ્લેન્ડને સેમિફાઈનલમાં 68 રને હરાવીને બહાર કર્યું હતું. જોકે, આ વખતે ઇંગ્લેન્ડની ટીમ વધુ મજબૂત અને આક્રમક દેખાઈ રહી છે. સુપર-8 માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોને હરાવીને ઇંગ્લેન્ડે પોતાનો દબદબો સાબિત કર્યો છે. હેરી બ્રુકની શાનદાર સદી અને જોસ બટલર તેમજ ફિલ સોલ્ટ જેવા વિસ્ફોટક બેટ્સમેનો ભારતીય બોલરો માટે માથાનો દુખાવો બની શકે છે.
ભારતનું પલ્લું કેમ ભારે છે ?
ભલે ઇંગ્લેન્ડની બેટિંગ મજબૂત હોય, પરંતુ ભારતનું બોલિંગ આક્રમણ આ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયું છે. ઉપરાંત, ભારતીય બેટ્સમેનો પણ ફોર્મમાં છે. ખાસ કરીને યુવા ઓપનર અભિષેક શર્માએ ભૂતકાળમાં ઇંગ્લેન્ડ સામે માત્ર 54 બોલમાં 135 રન જેવી વિસ્ફોટક ઇનિંગ રમીને પાયમાલી સર્જી હતી, જેનો મનોવૈજ્ઞાનિક ફાયદો ભારતને મળી શકે છે. રવિવારની મેચ બાદ જ સ્પષ્ટ થશે કે મુંબઈના મેદાન પર કોણ કોની સામે ટકરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.