ભારત vs ન્યૂઝીલેન્ડ: હાર્દિક-મુરલી વિવાદની ચર્ચા
ઝીલેન્ડ સામે બીજી T20માં ભારતનો 7 વિકેટે વિજય, હાર્દિક-મુરલી ચર્ચાનો વીડિયો વાયરલ

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા
ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 7 વિકેટે વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. જોકે, રાયપુર મેચના પરિણામની સાથે સોશિયલ મીડિયા પર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો એક વીડિયો ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
મેદાન પર હાર્દિક અને મુરલી કાર્તિક વચ્ચે શું થયું ?
રાયપુરમાં રમાયેલી આ મેચ શરૂ થાય તે પહેલાં હાર્દિક પંડ્યા અને પૂર્વ ક્રિકેટર મુરલી કાર્તિક વચ્ચે મેદાન પર લાંબી વાતચીત થતી જોવા મળી હતી. સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. વીડિયોમાં બંને વચ્ચે કોઈ ગંભીર વિષય પર ઉગ્ર દલીલ થઈ રહી હોય તેવું જણાય છે. હાર્દિકની બોડી લેન્ગવેજ પરથી સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કોઈ વિવાદ થયો હોઈ શકે છે. જોકે, વીડિયોમાં અવાજ ન હોવાથી સત્ય હજુ અકબંધ છે.
ભારતનો ઐતિહાસિક વિજય અને રેકોર્ડ :
મેચની વાત કરીએ તો, ન્યૂઝીલેન્ડે ભારત સામે 208 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ લક્ષ્યાંકને ખૂબ જ સરળ બનાવી દીધો હતો. ટીમે માત્ર 15.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. આ જીતના મુખ્ય હીરો સૂર્યકુમાર યાદવ (82 રન) અને ઈશાન કિશન (76 રન) રહ્યા હતા.
T20 ક્રિકેટના ઇતિહાસમાં 200થી વધુ રનનો પીછો કરતા બાકી રહેલા બોલ (28 બોલ)ની દ્રષ્ટિએ ભારતની આ સૌથી મોટી જીત છે. બોલિંગમાં હાર્દિક પંડ્યાએ પણ શિસ્તબદ્ધ દેખાવ કરતા 3 ઓવરમાં 25 રન આપી 1 વિકેટ ઝડપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.