ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડ પ્રવાસનું શેડ્યૂલ જાહેર
ઓક્ટોબરથી શરૂ થશે 5 T20, 5 ODI અને 2 ટેસ્ટની મહાશ્રેણી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
India Tour Of New Zealand 2026: ભારતીય ક્રિકેટ ટીમના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાં હવે વધુ એક હાઈ-પ્રોફાઈલ અને મોટો પ્રવાસ ઉમેરાયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC) દ્વારા સંયુક્ત રીતે ઓક્ટોબર-નવેમ્બર 2026માં યોજાનારા ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડ પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઐતિહાસિક દ્વિપક્ષીય પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે, જેમાં 5 T20I, 5 ODI અને 2 ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે. અંદાજે 40 દિવસ સુધી ચાલનારો આ લાંબો પ્રવાસ ન્યૂઝીલેન્ડના 5 મુખ્ય શહેરોમાં આયોજિત કરવામાં આવશે, જેને યજમાન દેશના ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા પ્રવાસોમાંનો એક ગણાવવામાં આવી રહ્યો છે.
A historic tour of New Zealand beckons 🙌
— BCCI (@BCCI) June 3, 2026
Presenting the full schedule for #TeamIndia's tour of New Zealand starting in October 2026 comprising 5️⃣ T20Is, 5️⃣ ODIs, and 2️⃣ Tests 📅#NZvIND pic.twitter.com/M47AAAG9AG
'પેઢીમાં એક જ વાર મળતી તક': ન્યૂઝીલેન્ડ ક્રિકેટ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ માર્કેટિંગ અને કોમર્શિયલ ઓફિસર ગ્લેન ક્રિચલીએ આ પ્રવાસને અત્યંત ખાસ ગણાવતા પ્રતિક્રિયા આપી છે કે, આ આધુનિક પેઢીમાં એક જ વાર મળતી સુવર્ણ તક સમાન છે, કારણ કે જ્યારે ક્રિકેટની વાત આવે ત્યારે ભારતથી મોટું કોઈ માર્કેટ કે બ્રાન્ડ નથી. આ પ્રવાસ માત્ર ક્રિકેટની હરીફાઈ પૂરતો મર્યાદિત નથી, પરંતુ બંને દેશો વચ્ચેના 100 વર્ષ જૂના રમતગમતના ઇતિહાસ, સંસ્કૃતિ અને મજબૂત થતી મિત્રતાની પણ ઉજવણી છે. ન્યૂઝીલેન્ડ સરકારે પણ આ મેગા ટૂર માટે પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.
પ્રવાસની શરૂઆત 5 મેચની T20I શ્રેણીથી થશે
ભારતીય ટીમ આ પ્રવાસમાં પોતાની પ્રથમ મેચ 22 ઓક્ટોબર, 2026ના રોજ રમશે. ભારતીય સમયાનુસાર આ શ્રેણીની તમામ T20I મેચો બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
T20I શ્રેણીનું શેડ્યૂલ:
પ્રથમ T20I: 22 ઓક્ટોબર – હેગલી ઓવલ, ક્રાઇસ્ટચર્ચ
બીજી T20I: 24 ઓક્ટોબર – હેગલી ઓવલ, ક્રાઇસ્ટચર્ચ
ત્રીજી T20I: 27 ઓક્ટોબર – વેલિંગ્ટન
ચોથી T20I: 30 ઓક્ટોબર – ઇડન પાર્ક, ઓકલેન્ડ
પાંચમી T20I: 1 નવેમ્બર – સેડન પાર્ક, હેમિલ્ટન
વન-ડે (ODI) શ્રેણીનું ટાઇમિંગ અને શેડ્યૂલ
ટૂંકા ફોર્મેટ બાદ બંને ટીમો પાંચ મેચની રોમાંચક વન-ડે શ્રેણીમાં આમને-સામને ટકરાશે. ભારતીય ચાહકો માટે વન-ડે શ્રેણીની તમામ મેચો સવારે 8:30 વાગ્યાથી લાઈવ જોઈ શકાશે.
ODI શ્રેણીનું શેડ્યૂલ:
પ્રથમ ODI: 4 નવેમ્બર – ઇડન પાર્ક, ઓકલેન્ડ
બીજી ODI: 7 નવેમ્બર – વેલિંગ્ટન
ત્રીજી ODI: 10 નવેમ્બર – હેમિલ્ટન
ચોથી ODI: 13 નવેમ્બર – બે ઓવલ, માઉન્ટ મૌંગાનુઈ (તૌરંગા)
પાંચમી ODI: 15 નવેમ્બર – બે ઓવલ, માઉન્ટ મૌંગાનુઈ (તૌરંગા)
અંતમાં રમાશે હાઈ-વોલ્ટેજ ટેસ્ટ શ્રેણી
આ પ્રવાસનો રોમાંચક અંત બે મેચની ટેસ્ટ શ્રેણી સાથે થશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દ્રષ્ટિકોણથી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. કિવી પીચો હંમેશા ભારતીય બેટર્સ માટે પડકારજનક રહી હોવાથી આ કસોટીરૂપ જંગ બની રહેશે.
પ્રથમ ટેસ્ટ: 19 થી 23 નવેમ્બર – બેસિન રિઝર્વ, વેલિંગ્ટન
બીજી ટેસ્ટ: 27 નવેમ્બર થી 1 ડિસેમ્બર – હેગલી ઓવલ, ક્રાઇસ્ટચર્ચ
બ્રોડકાસ્ટિંગ પાર્ટનર અને ટિકિટોનો ક્રેઝ
આ મેગા પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટના સત્તાવાર પ્રસારણ ભાગીદાર તરીકે 'સ્કાય ન્યૂઝીલેન્ડ' (Sky NZ) આગામી છ સીઝન માટે કરારબદ્ધ થયું છે. સ્કાયના સ્પોર્ટ્સ હેડ ગેરી બર્ચેટે જણાવ્યું કે ભારતનો પ્રવાસ વિશ્વ ક્રિકેટનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને દર્શકો માટે અદભુત પ્રસારણ અનુભવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રવાસની ટિકિટો માટે ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેના માટે ઓગસ્ટ મહિનાથી પ્રી-સેલ રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવશે. 2019 અને 2023ના વર્લ્ડ કપના યાદગાર મુકાબલા બાદ આ પ્રવાસ બંને ટીમો વચ્ચેની સ્પર્ધામાં એક નવો આકર્ષક અધ્યાય ઉમેરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.