U19 Women's T20 World Cup : ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત જીત્યો ખિતાબ
ભારતીય મહિલા U19 ટીમે બીજીવાર જીત્યો T20 વર્લ્ડ કપ...

ઉમદા બોલિંગ અને બેટિંગથી ભારતની મહિલા U19 ટીમનો બીજીવાર વિજય...

ઉમદા બોલિંગ અને બેટિંગથી ભારતની મહિલા U19 ટીમનો બીજીવાર વિજય...
ભારતની મહિલા અન્ડર-19 ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો અને સતત બીજી વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ જીતે ભારતીય ક્રિકેટને વધુ ગૌરવ અપાવ્યું છે, અને બતાવે છે કે મહિલા ક્રિકેટના ક્ષેત્રમાં ભારત સતત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ એકતરફી રીતે જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ગત વખતે ફાઈનલમાં ઈંગ્લેન્ડની અંડર-19 મહિલા ટીમને હરાવી હતી.
કેવી રહી મેચ?
ફાઈનલ મેચ 2 ફેબ્રુઆરી 2025 ના રોજ રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દક્ષિણ આફ્રિકાને 09 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમે સાઉથ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 83 રનના ટાર્ગેટને ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતીય બોલરોએ પ્રથમ બોલિંગ કરીને દક્ષિણ આફ્રિકાને માત્ર 82 રનમાં જ રોકી દીધું હતું. ત્યારબાદ ભારતીય બેટ્સમેનોએ આ લક્ષ્ય માત્ર 11.2 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધું હતું અને ફાઈનલ જીત્યા બાદ આખા દેશને આ યુવા મહિલા ખેલાડીઓ પર ગર્વ છે. આ ટુર્નામેન્ટમાં રમાયેલી તમામ મેચો મહિલા ટીમે જીતી હતી.
બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું...
આ મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ગોંગડી ત્રિશા, વૈષ્ણવી શર્મા, આયુષી શુક્લા, પારુણિકા સિસોદિયા અને શબનમ શકીલે શાનદાર બોલિંગ કરી અને આ પાંચેયની બોલિંગને કારણે દક્ષિણ આફ્રિકાની બેટિંગ લાઇન-અપ સંપૂર્ણપણે તૂટી ગઈ. ટીમ ઈન્ડિયાના કેપ્ટને પણ પોતાની કેપ્ટનશિપ દરમિયાન ટીમને સાચી દિશા બતાવી જેના કારણે ટીમે શાનદાર જીત મેળવી.
યુવા ખેલાડીઓ માટે પ્રેરણા...
ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં તેની મજબૂત શરૂઆતથી લઈને ફાઈનલ સુધીની સફર સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવાની આ સફર ભારતીય ક્રિકેટ માટે મહત્વની સિદ્ધિ છે. આ જીત માત્ર ટીમની મહેનતનું પરિણામ નથી, પરંતુ ભારતીય મહિલા ક્રિકેટના ભવિષ્ય માટે સુવર્ણ સંકેત પણ છે. ભારતની મહિલા અન્ડર-19 ટીમની આ સફળતા યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત બનશે. ગત વખતે ભારતીય મહિલા ટીમે શેફાલી વર્માની કપ્તાનીમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.