દ. આફ્રિકા સામે ઘરઆંગણે ભારતનો સૌથી શરમજનક પરાજય
549ના લક્ષ્ય સામે ટીમ ઈન્ડિયા 140માં ઓલઆઉટ, 2-0થી સિરીઝ ગુમાવી

દ.આફ્રિકાએ 25 વર્ષ બાદ વ્હાઈટ વૉશ કર્યું

દ.આફ્રિકાએ 25 વર્ષ બાદ વ્હાઈટ વૉશ કર્યું
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો છે. મેચના પાંચમા અને અંતિમ દિવસે ભારત સામે ૫૪૯ રનનું પહાડ જેવું લક્ષ્ય હતું, જેનો પીછો કરવામાં ભારતીય ટીમ માત્ર ૧૪૦ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે, દક્ષિણ આફ્રિકાનો ૪૦૮ રનથી કારમો વિજય થયો હતો. આ હાર સાથે ભારતે ઘરઆંગણે ૨-૦થી શ્રેણી ગુમાવી દીધી છે, જે ટીમ ઈન્ડિયાની સૌથી શરમજનક હાર ગણાય છે.
25 વર્ષ પછી વ્હાઇટ વૉશઆ પરાજય સાથે દક્ષિણ આફ્રિકાએ ૨૫ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી છે. અગાઉ ૨૦૦૦માં હેન્સી ક્રોનિએના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૨-૦થી ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યું હતું. હવે ટેમ્બા બાવુમાના નેતૃત્વમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાનું વ્હાઇટ વોશ કરવામાં દક્ષિણ આફ્રિકાની ટીમ સફળ રહી છે.
549ના લક્ષ્ય સામે ભારતનું શરણાગતિપહેલી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના ૪૮૯ રન સામે ભારતીય ટીમ ૨૦૧ રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગ્સ ૨૦૬/૫ પર ડિક્લેર કરીને ભારતને ૫૪૯ રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું.
પાંચમા દિવસની શરૂઆત ભારતના ૨૭/૨ના સ્કોરથી થઈ હતી, પરંતુ દિવસની શરૂઆત થતાં જ વિકેટોનું પતન ચાલુ રહ્યું. માર્કો યાનસન અને ખાસ કરીને સાઇમન હાર્મરના બોલિંગ આક્રમણ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહીં:
યશસ્વી જાયસ્વાલ (૧૩) અને કેએલ રાહુલ (૬) સસ્તામાં આઉટ થયા.
દિવસની શરૂઆતમાં જ કુલદીપ યાદવ (૫) અને ધ્રુવ જુરેલ (૦) એક જ ઓવરમાં આઉટ થયા.
કેપ્ટન ઋષભ પંત (૧૩) પણ હાર્મરની બોલિંગનો શિકાર બન્યા.
સાઈ સુદર્શન (૧૪) ૧૩૯ બોલમાં માત્ર ૧૪ રન બનાવીને લડત આપવામાં નિષ્ફળ રહ્યા.
સંપૂર્ણ પતનની વચ્ચે એકમાત્ર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ લડાયક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને ૫૪ રન બનાવીને આઉટ થયા હતા. જોકે, તેમના આઉટ થતા જ ભારતીય ટીમની આશાનો અંત આવ્યો અને ટીમ ૧૪૦ રનમાં સમેટાઈ ગઈ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.