ભારતની કારમી હાર: શું આ રીતે જીતશે વર્લ્ડ કપ?
ગિલ-સૂર્યકુમાર ફરી ફ્લોપ: ગંભીરના આશ્ચર્યજનક પ્રયોગો અને નબળી બોલિંગ જવાબદાર

ગંભીરના પ્રયોગો ટીમને નડ્યા

ગંભીરના પ્રયોગો ટીમને નડ્યા
ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 સીરિઝની બીજી મેચમાં ૫૧ રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે મોહાલીમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ આપેલા ૨૧૪ રનના વિશાળ લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર ૧૯.૧ ઓવરમાં ૧૬૨ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
બેટિંગ સ્ટાર્સનું નિરાશાજનક પ્રદર્શન:
ભારતની આ હાર પાછળ કોચ ગૌતમ ગંભીરના આશ્ચર્યજનક પ્રયોગો અને બેટિંગની ખામીઓ મુખ્ય કારણ માનવામાં આવે છે. વાઇસ કેપ્ટન શુભમન ગિલ બીજી મેચમાં પણ પોતાનું ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર ૫ રન બનાવી આઉટ થયો. આ બંને ખેલાડીઓ સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યા હતા.
કોચ ગંભીરના વિવાદાસ્પદ નિર્ણયો:
કોચ ગૌતમ ગંભીરના બેટિંગ ઓર્ડરના નિર્ણયોએ ટીમને મોટો ફટકો આપ્યો. શુભમન ગિલ આઉટ થયા બાદ અક્ષર પટેલને ત્રીજા ક્રમે મોકલવો એ આશ્ચર્યજનક નિર્ણય હતો. અક્ષર પટેલે ૨૧ બોલમાં માત્ર ૨૧ રન બનાવ્યા, જેણે જરૂરી રન રેટ વધાર્યો અને ભારતીય ટીમ પર દબાણ વધાર્યું. ઉપરાંત, ઓલરાઉન્ડર શિવમ દુબેને આઠમા નંબર પર મોકલવામાં આવ્યો, જ્યારે મેચ લગભગ હાથમાંથી નીકળી ગઈ હતી.
મોંઘી બોલિંગ અને છેલ્લી ઓવરોમાં લૂંટ:
ભારતીય બોલરોએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું. દક્ષિણ આફ્રિકન ઇનિંગ્સની છેલ્લી ત્રણ ઓવરમાં જ ભારતીય બોલરોએ ૪૯ રન આપ્યા, જેના કારણે દક્ષિણ આફ્રિકા ૨૧૩ના વિશાળ સ્કોર સુધી પહોંચી શકી. મોહમ્મદ સિરાજે ૪ ઓવરમાં ૫૪ રન આપ્યા, જ્યારે જસપ્રીત બુમરાહે પણ ૪ ઓવરમાં 45 રન આપ્યા.
ટીમની હાર વચ્ચે, યુવા બેટર તિલક વર્માએ ૬૨ રનની લડાયક ઇનિંગ રમીને હારનું માર્જિન ઓછું કર્યું હતું. ૨૦૨૬ T20 વર્લ્ડ કપ નજીક છે, ત્યારે ટીમ મેનેજમેન્ટના આવા બિનજરૂરી પ્રયોગો ટીમના સંતુલન પર ગંભીર સવાલો ઊભા કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.