ભારત-પાકિસ્તાન મેચ: BCCIએ નિર્ણય ICC પર છોડ્યો
પાકિસ્તાનના ઈનકાર બાદ રાજીવ શુક્લાએ વલણ કર્યું સ્પષ્ટ

ભારત પાકિસ્તાન મેચ વિવાદ

ભારત પાકિસ્તાન મેચ વિવાદ
ટી-20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારા મહામુકાબલા પર અનિશ્ચિતતાના વાદળો હજુ પણ ઘેરાયેલા છે. પાકિસ્તાનના નકારાત્મક વલણ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મામલે પોતાનું સત્તાવાર સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે.
BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું મોટું નિવેદન :
નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, ભારતીય બોર્ડ આ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના આદેશોની રાહ જોઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય બોર્ડ પોતે કોઈ સીધો વિવાદ ઉભો કરવા માંગતું નથી અને ICC જે પણ અંતિમ નિર્ણય લેશે તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. આનાથી સ્પષ્ટ થાય છે કે હવે મેચ થશે કે નહીં તેનો સંપૂર્ણ આધાર વૈશ્વિક સંસ્થા પર છે.
પાકિસ્તાનનું બદલાયેલું વલણ અને શરતો :
અગાઉ પાકિસ્તાને ભારત સામે મેચ રમવાનો ઈનકાર કરીને આશ્ચર્ય સર્જ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં આ કડક વલણ અપનાવ્યું હતું. જોકે, તાજેતરના અહેવાલો સૂચવે છે કે ICC સાથેની ચર્ચા બાદ પાકિસ્તાન નરમ પડ્યું છે. પાકિસ્તાને હવે મેચ રમવા માટે કેટલીક ચોક્કસ શરતો ICC સમક્ષ મૂકી છે, જેના પર હાલ વિચારણા ચાલી રહી છે.
ગૌતમ ગંભીરના ઘરે ટીમ ઈન્ડિયાનું ડિનર :
જ્યારે મેદાનની બહાર આ વિવાદો ચાલી રહ્યા છે, ત્યારે ભારતીય ટીમ પોતાનું ધ્યાન રમત પર કેન્દ્રિત કરી રહી છે. રવિવારે સાંજે દિલ્હીમાં હેડ કોચ ગૌતમ ગંભીરના નિવાસ્થાને ટીમ ઈન્ડિયા માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકા સામેની જીત બાદ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અને નામિબિયા સામેની આગામી મેચની વ્યૂહરચના ઘડવા માટે આ મુલાકાત મહત્વની ગણાઈ રહી છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ફરી જીત નોંધાવવા સજ્જ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.