ભારત-પાક. મેચમાં વિવાદ: ટોસમાં 'ચિટિંગ'નો આરોપ
મેચ રેફરીએ પાકિસ્તાનને ખોટી રીતે ટોસ જીતાડ્યો: હરમનપ્રીત કૌરની હાજરીમાં ભૂલ કે ઈરાદાપૂર્વક

ટોસમાં ભૂલ થઈ કે પછી ચિટિંગ

ટોસમાં ભૂલ થઈ કે પછી ચિટિંગ
કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મહિલા વર્લ્ડ કપ 2025ની હાઈ-વોલ્ટેજ લીગ મેચ દરમિયાન મેચ રેફરી દ્વારા મોટી ભૂલ અથવા 'ચિટિંગ'ની ઘટનાના અહેવાલ મળ્યા છે. ટોસ દરમિયાન એક વિવાદાસ્પદ ક્ષણ કેમેરામાં કેદ થઈ છે, જેમાં મેચ રેફરીએ પાકિસ્તાન ટીમને ટોસ જીતાડ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે, જ્યારે પાકિસ્તાની કેપ્ટનનો કૉલ કંઈક બીજો જ હતો.
કેમેરામાં કેદ થયેલો ટોસનો વિવાદટોસના સમયે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે સિક્કો ઉછાળ્યો. પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ 'ટેલ્સ' માગ્યો હતો. જોકે, જ્યારે સિક્કો પડ્યો અને નિર્ણય જાહેર કરવાનો વારો આવ્યો, ત્યારે મેચ રેફરી શાંડ્રે ફ્રિટ્ઝ અને ટોસ પ્રેઝન્ટર મેલ જોન્સે કહ્યું કે, "હેડ્સ ઇઝ ધ કોલ અને હેડ્સ આવ્યો."
આમ, પાકિસ્તાની કેપ્ટને 'ટેલ્સ' માગ્યો હોવા છતાં, રેફરી દ્વારા કૉલ 'હેડ્સ' જાહેર કરાયો અને પરિણામે પાકિસ્તાનને ટોસ જીતાડવામાં આવ્યો. પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ તરત જ વિલંબ કર્યા વિના પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
હરમનપ્રીત કૌરની અસક્ષમતા અને વિવાદની શક્યતાઆ ખુલ્લેઆમ થયેલી ભૂલ (કે કથિત ચિટિંગ)નો વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે. જોકે, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર આ ઘટના જોઈ રહી હોવા છતાં તે સમયે કંઈ કરી શકવા અસક્ષમ હતી. શક્ય છે કે આસપાસના અવાજ કે અન્ય કોઈ કારણોસર હરમનપ્રીત કૌરને પાકિસ્તાની કેપ્ટનનો કૉલ સ્પષ્ટપણે સંભળાયો ન હોય.
સામાન્ય રીતે ક્રિકેટમાં ટોસના સમયે આવી ગંભીર ભૂલો થતી નથી. જોકે, મેચ શરૂ થઈ ચૂકી છે અને હાલમાં ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. મેચ રેફરી દ્વારા થયેલી આ ભૂલ (અથવા કથિત ગેરરીતિ)ના કારણે ક્રિકેટ જગતમાં વધુ મોટો વિવાદ ઊભો થઈ શકે છે. ક્રિકેટના નિયમો અને પ્રમાણિકતા જાળવવા માટે મેચ રેફરી અને પ્રેઝન્ટરની જવાબદારી છે, ત્યારે આ ઘટનાએ તેમની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.