ભારત પાકિસ્તાનની મેચમાં ભારતે રચ્યો નવો ઈતિહાસ
પાકિસ્તાન સામે 61 રનથી ભવ્ય વિજય મેળવી ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના સુપર-8માં પહોંચી ગઈ છે

ભારત વિ પાકિસ્તાન T20 વર્લ્ડ કપ

ભારત વિ પાકિસ્તાન T20 વર્લ્ડ કપ
કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2026ના હાઈ-વેલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 61 રનથી કારમી હાર આપી છે. આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે સૌથી વધુ જીત મેળવવાનો અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
ભારતનો રેકોર્ડબ્રેક દેખાવ :
ભારતીય ટીમે અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કુલ 9 મેચ રમી છે, જેમાંથી 8 મેચમાં વિજય મેળવ્યો છે. વિશ્વભરમાં કોઈપણ એક ટીમ સામે ટૂર્નામેન્ટમાં આ સૌથી વધુ જીતનો આંકડો છે. પાકિસ્તાન અત્યાર સુધી ભારત સામે માત્ર 2021માં જ એક મેચ જીતી શક્યું છે.
મેચનો અહેવાલ અને સ્કોરકાર્ડ :
મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 175 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઈશાન કિશને આક્રમક બેટિંગ કરતા 77 રન ફટકાર્યા હતા, જેના બદલ તેને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
176 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ ભારતીય બોલરો સામે લાંબો સમય ટકી શકી નહોતી. પાકિસ્તાનની આખી ટીમ 18 ઓવરમાં માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઇન્ડિયા સુપર-8માં ક્વોલિફાય :
આ વર્લ્ડ કપમાં ભારતની આ સતત ત્રીજી જીત છે. અગાઉ ભારતે અમેરિકાને 29 રનથી અને નામિબિયાને 93 રનથી હરાવ્યું હતું. સતત ત્રણ જીત સાથે ટીમ ઇન્ડિયાએ સત્તાવાર રીતે સુપર-8માં સ્થાન મેળવી લીધું છે. હવે ભારત તેની આગામી અને ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે રમશે.
પાકિસ્તાન માટે મુશ્કેલી વધી :
ભારત સામેની હાર બાદ પાકિસ્તાન હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને ધકેલાઈ ગયું છે. હવે જો પાકિસ્તાને સુપર-8માં પહોંચવું હોય તો તેણે 18 ફેબ્રુઆરીએ નામિબિયા સામેની મેચ અનિવાર્યપણે જીતવી પડશે. હાલમાં ટેબલમાં અમેરિકાની ટીમ બીજા સ્થાને છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.