ICC વર્લ્ડ કપઃ મહિલા ક્રિકેટ ટીમ પર પૈસાનો વરસાદ
ICC તરફથી $4.48 મિલિયન (40 કરોડ રૂપિયા) નું ઈનામ મળ્યું. ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી રકમ

વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ મહિલા ક્રિકેટ ટીમની ઉજવણી

વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ મહિલા ક્રિકેટ ટીમની ઉજવણી
ભારતીય ટીમે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ-2025 ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી વર્લ્ડ કપ વિજેતાનો ખિતાબ જીતી લીધો છે. ભારતમાં હાલ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં મહિલા ટીમ ઇન્ડિયા પર જીત બાદ પૈસાનો વરસાદ થયો છે.
વર્ષોથી દેશના લોકો જેની રાહ જોઇ રહ્યા હતા તે સ્વપ્ન આખરે પુરુ થયુ છે. ભારતીય ટીમે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ-2025 ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી વર્લ્ડ કપ વિજેતાનો ખિતાબ જીતી લીધો છે.
નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે યોજાયેલી ક્રિકેટ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 299 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે પહેલી વાર મહિલા વર્લ્ડ કપ જીત્યો. જ્યારે દક્ષિણ આફ્રિકાનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન અધૂરું રહ્યું.
2 નવેમ્બર 2025 ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અમર બની ગઈ. 14 વર્ષ પહેલાં 2 એપ્રિલના રોજ, મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે વર્લ્ડ કપ જીતીને વર્ષોના ઈંતેજારનો અંત લાવ્યો હતો. હવે 2 નવેમ્બર 2025ના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC મહિલા વર્લ્ડ કપ જીતી પ્રથમ વખત ચેમ્પિયન બની છે. ટીમ ઈન્ડિયા માત્ર વિશ્વ ચેમ્પિયન બની નથી તેની સાથે વિશ્વ કપના ઈતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ પણ જીતી છે.
આઠ વર્ષ અગાઉ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ટીમ ઈન્ડિયા પાસે પોતાના જ લોકો વચ્ચે ઘરઆંગણે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવાની તક હતી. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે નિરાશ ન કર્યું. રવિવારે રમાયેલી ટાઇટલ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું અને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું.
વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં જ ICC પ્રમુખ જય શાહે મોટી જાહેરાત કરી હતી. ટુર્નામેન્ટ માટે ઈનામી રકમમાં નોંધપાત્ર વધારો કર્યો અને ટીમ ઈન્ડિયા પ્રથમ વિજેતા બની. વર્લ્ડ ચેમ્પિયન બનવા બદલ ટીમ ઈન્ડિયાને ICC તરફથી $4.48 મિલિયન એટલે કે અંદાજે 40 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું. આ પુરુષ અને મહિલા ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ છે.
આ ઉપરાંત અન્ય ટીમની જેમ, ભારતીય ટીમને પણ $250,000 અથવા અંદાજે 2.22 કરોડ રૂપિયાની પૂર્વ નિર્ધારિત રકમ મળશે. જ્યારે ટીમ ઈન્ડિયાને લીગ સ્ટેજમાં દરેક મેચ જીતવા બદલ $34,314 મળશે. ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજમાં ત્રણ મેચ જીતી હતી. આનાથી તેમને વધારાના ₹9.2 મિલિયન મળ્યા છે.
દક્ષિણ આફ્રિકા વિશ્વ વિજેતાના ટાઇટલથી ચૂકી ગયું. પરંતુ તેમને અત્યાર સુધીની સૌથી મોટી રનર્સ-અપ ઇનામી રકમ પણ મળી. આફ્રિકન ટીમને બીજા સ્થાને રહેવા બદલ $2.24 મિલિયન, એટલે કે અંદાજે ₹20 કરોડ મળ્યા. આ ઉપરાંત, આફ્રિકન ટીમને પૂર્વ-આયોજિત ₹2.22 કરોડ પણ મળશે. આફ્રિકન ટીમે લીગ સ્ટેજમાં પાંચ મેચ જીતી હતી અને દરેક મેચ માટે ₹1.5 કરોડથી વધુની રકમ મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.