વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની માંગ ICCએ ફગાવી
ભારતમાં સુરક્ષાનો કોઈ ખતરો નથી; બાંગ્લાદેશની મેચો શ્રીલંકા શિફ્ટ કરવાનો ઈનકાર કરતું ICC

ICC એ આપ્યો BCB ને મોટો ઝટકો

ICC એ આપ્યો BCB ને મોટો ઝટકો
ટી20 વર્લ્ડ કપ 2026ની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે, પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને આઈસીસી (ICC) વચ્ચે ગજગ્રાહ શરૂ થયો છે. ભારત પ્રત્યેના પૂર્વગ્રહ અને સુરક્ષાના બહાના હેઠળ બાંગ્લાદેશ પોતાની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ કરી રહ્યું છે, જેને આઈસીસીએ સખત શબ્દોમાં ફગાવી દીધી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત આઈપીએલ (IPL) માંથી બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને વહેલા પરત બોલાવવાના અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિમાંથી થઈ હોવાનું મનાય છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ અચાનક એવો સૂર આલાપ્યો કે ભારતમાં રમાનારી વર્લ્ડ કપની મેચો દરમિયાન તેમની ટીમને સુરક્ષાનો ખતરો હોઈ શકે છે. આ કારણોસર બાંગ્લાદેશે આઈસીસી પાસે માંગણી કરી હતી કે તેમની ભારત ખાતેની તમામ મેચો શ્રીલંકામાં ખસેડવામાં આવે.
આઈસીસીનો તપાસ રિપોર્ટ: ભારત સુરક્ષિત છેબાંગ્લાદેશના આ દાવા બાદ આઈસીસીએ આ મામલે ગંભીરતાથી તપાસ કરી હતી. આઈસીસીના સુરક્ષા નિષ્ણાતોએ ભારતના વિવિધ સ્ટેડિયમો અને સુરક્ષા વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સુરક્ષાનો કોઈ મોટો ખતરો નથી. આઈસીસીએ આ ખતરાને 'લો ટુ મોડરેટ' (Low to Moderate) શ્રેણીમાં મૂક્યો છે, જે દુનિયાના કોઈ પણ દેશમાં આયોજિત મેચો માટે સામાન્ય ગણાય છે. આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે તેમને એવી કોઈ પણ બાબત મળી નથી જેના કારણે ટૂર્નામેન્ટના સ્થળમાં ફેરફાર કરવો પડે.
વીડિયો કોન્ફરન્સમાં બીસીબીની જિદ્દમંગળવારે આઈસીસી અને બીસીબીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક મહત્વની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં બાંગ્લાદેશ તરફથી અધ્યક્ષ મોહમ્મદ અમીનુલ ઇસ્લામ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. આઈસીસીએ વારંવાર સમજાવવા છતાં અને સુરક્ષાની ખાતરી આપવા છતાં, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પોતાની જિદ્દ પર યથાવત રહ્યું હતું. બીસીબીના અધિકારીઓએ ફરી એકવાર સુરક્ષાનો હવાલો ટાંકીને મેચો શ્રીલંકા લઈ જવાની વાત દોહરાવી હતી.
બીસીબીની પ્રેસનોટ મુજબ, તેઓ હજુ પણ પોતાના વલણ પર અડગ છે. તેઓ માને છે કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની સુરક્ષા સાથે સમાધાન ન કરી શકાય. જોકે, ક્રિકેટ જગતના જાણકારો આને બાંગ્લાદેશની બિનજરૂરી જિદ્દ અને રાજકીય કાવાદાવા તરીકે જોઈ રહ્યા છે.
આઈસીસીનો સ્પષ્ટ સંકેત: શેડ્યૂલમાં ફેરફાર નહીં થાયઆઈસીસીએ બાંગ્લાદેશને બેટૂક શબ્દોમાં જણાવી દીધું છે કે વર્લ્ડ કપનું શેડ્યૂલ લાંબા સમય પહેલા જાહેર થઈ ચૂક્યું છે અને હવે તેમાં ફેરફાર કરવો અશક્ય છે. આઈસીસીએ બાંગ્લાદેશને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે. ટૂર્નામેન્ટ ફેબ્રુઆરી 2026 માં શરૂ થવા જઈ રહી છે અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાંગ્લાદેશનું આ વલણ ટૂર્નામેન્ટની તૈયારીઓમાં વિઘ્ન નાખી રહ્યું છે.
જો બાંગ્લાદેશ ભારત આવવાનો ઈનકાર કરે તો તેના પર આઈસીસી દ્વારા ભારે દંડ અથવા પ્રતિબંધ મૂકવામાં આવે તેવી પણ શક્યતા છે. ભારત અગાઉ પણ અનેક આઈસીસી ટૂર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યું છે અને વિશ્વની તમામ ટીમો ભારતમાં રમવા માટે ઉત્સુક છે, ત્યારે માત્ર બાંગ્લાદેશ દ્વારા સુરક્ષાના મુદ્દે કરવામાં આવેલો વિરોધ પાયાવિહોણો જણાય છે.
ક્રિકેટ ચાહકોમાં નિરાશાભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચો હંમેશા રોમાંચક હોય છે અને ભારતીય પ્રેક્ષકો મોટી સંખ્યામાં મેચ જોવા આવતા હોય છે. જો બાંગ્લાદેશ આવી જ હઠ પકડી રાખશે તો ક્રિકેટ ચાહકોને એક મોટી ટક્કર જોવાનો લ્હાવો ગુમાવવો પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં બીસીબી નમતું જોખે છે કે પછી આ વિવાદ હજુ વધુ વકરે છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત