હાર્દિક પંડ્યાની દરિયાદિલી,સ્ટાફને લાખો ઈનામ
વાનખેડે સ્ટેડિયમના સ્ટાફ પર મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની મહેરબાની

હાર્દિક પંડ્યાની દરિયાદિલી

હાર્દિક પંડ્યાની દરિયાદિલી
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તે પોતાની આક્રમક બેટિંગ માટે, તો ક્યારેક પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને મોંઘીદાટ ઘડિયાળોના શોખ માટે જાણીતો છે. જોકે, મેદાન પર ઘણીવાર વિવાદોમાં રહેતો હાર્દિક અંગત જીવનમાં અત્યંત દયાળુ વ્યક્તિત્વ ધરાવે છે. હાલમાં તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફ માટે જે કર્યું છે, તેની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. હાર્દિકે એક ખાસ વાયદો નિભાવતા ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોને 10-10 લાખ રૂપિયાના ચેક આપીને સૌને ચોંકાવી દીધા છે.
શા માટે હાર્દિકે આપી આટલી મોટી રકમ ?
ઘણા લોકોને એવું લાગી રહ્યું હશે કે આઈપીએલ 2026ની સીઝન માટે સારી પિચ તૈયાર કરવા બદલ હાર્દિકે આ ઈનામ આપ્યું હશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. આ દરિયાદિલી પાછળ હાર્દિકની ટી20 વર્લ્ડ કપ 2026 પહેલાની સખત મહેનત જવાબદાર છે. જ્યારે હાર્દિક વર્લ્ડ કપની તૈયારીઓ કરી રહ્યો હતો, ત્યારે તે વાનખેડે સ્ટેડિયમમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરતો હતો. આ પ્રેક્ટિસ સેશન ઘણીવાર મોડી રાત સુધી ચાલતા હતા, જેને કારણે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને પણ રાત-દિવસ જાગીને કામ કરવું પડતું હતું.
વાયદો નિભાવ્યો: ગ્રાઉન્ડ સ્ટાફની મહેનતની કદર
અહેવાલો અનુસાર, મુંબઈ ક્રિકેટ એસોસિએશનના લગભગ 10 થી 11 ગ્રાઉન્ડ સ્ટાફ સભ્યોએ હાર્દિકની પ્રેક્ટિસ દરમિયાન કોઈ પણ ફરિયાદ વગર તેને પૂરતો સહયોગ આપ્યો હતો. હાર્દિકની તૈયારીમાં કોઈ કમી ન રહે તે માટે આ સ્ટાફના સભ્યોએ પિચની જાળવણી અને નેટ્સની સુવિધામાં રાત-દિવસ એક કર્યા હતા. તે સમયે હાર્દિકે તેમને વચન આપ્યું હતું કે તે તેમની આ મહેનતની યોગ્ય કદર કરશે. આઈપીએલની નવી સીઝન શરૂ થાય તે પહેલા હાર્દિકે પોતાનો આ વાયદો પૂરો કર્યો છે અને દરેક સ્ટાફ મેમ્બરને વ્યક્તિગત રીતે 10-10 લાખ રૂપિયાના ચેક અર્પણ કર્યા છે.
કેપ્ટન તરીકેની નવી છબી :
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા ઘણીવાર ટીકાકારોના નિશાના પર રહ્યો છે, પરંતુ આ પ્રકારના કાર્યો તેની એક જવાબદાર અને સંવેદનશીલ વ્યક્તિ તરીકેની છબી રજૂ કરે છે. સામાન્ય રીતે મેચ જીત્યા પછી ટીમો કે ખેલાડીઓ સ્ટાફને નાનું-મોટું બોનસ આપતા હોય છે, પરંતુ એક ખેલાડી પોતાની અંગત પ્રેક્ટિસ માટે આટલી મોટી રકમ પોતાની ખિસ્સામાંથી આપે તેવું ક્રિકેટ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે.
વાનખેડે સ્ટેડિયમના સ્ટાફ સભ્યો પણ આ આકસ્મિક ભેટથી ગદગદ થઈ ગયા છે. હાર્દિકના આ પગલાથી માત્ર સ્ટાફનું મનોબળ જ નથી વધ્યું, પરંતુ તે સાબિત કરે છે કે તે પડદા પાછળ કામ કરતા અનામી હીરોની કદર કરવાનું જાણે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.