હાર્દિક પંડ્યા: ક્રિકેટ કરિયરના 10 વર્ષ પૂર્ણ
વડોદરાના રસ્તાઓથી વર્લ્ડ ચેમ્પિયન બનવા સુધીની સફર; હાર્દિક પંડ્યાની ઈમોશનલ પોસ્ટ

હાર્દિક પંડ્યાના

હાર્દિક પંડ્યાના
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ પ્રસંગે હાર્દિકે પોતાની સફરને યાદ કરીને સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તે હજુ પણ પોતાની જાતને એક નવી શરૂઆત કરતા ખેલાડી તરીકે જુએ છે.
ડેબ્યૂના દિવસો અને સંઘર્ષની યાદો :
હાર્દિક પંડ્યાએ 26 જાન્યુઆરી, 2016ના રોજ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. પ્રજાસત્તાક દિવસે દેશ માટે રમવાની તક મળવી તેના માટે ગર્વની વાત હતી. પોતાની પોસ્ટમાં તેણે વડોદરાના એ દિવસો યાદ કર્યા જ્યારે તે પ્રેક્ટિસ માટે માઈલો સુધી દોડતો હતો. તેણે જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં તેને બેટિંગ પ્રેક્ટિસની પૂરતી તક નહોતી મળતી, તેથી તે નેટ્સમાં બોલિંગ વધુ કરતો હતો. 19 વર્ષની ઉંમરે ઓલરાઉન્ડર તરીકેની તેની ઓળખ ઉભી થઈ હતી.
ભારતની જીતમાં સંકટમોચકની ભૂમિકા :
હાર્દિકે ભારતને અનેક ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ખાસ કરીને વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની ભૂમિકા નિર્ણાયક રહી હતી. T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ડેવિડ મિલરની છેલ્લી ઓવરમાં વિકેટ ઝડપીને હાર્દિકે ભારતને ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે 33 વર્ષની વયે પણ દેશ માટે રમવાની એ જ ધગશ વ્યક્ત કરી છે.
આંકડાકીય સફર પર એક નજર :
વનડે: 94 મેચોમાં 1,904 રન અને 91 વિકેટ
T20I: 127 મેચોમાં 2,027 રન અને શાનદાર સ્ટ્રાઈક રેટ
ટેસ્ટ: 11 ટેસ્ટ મેચમાં 532 રન અને 17 વિકેટ
હાર્દિકે તેના પર વિશ્વાસ મૂકનાર તમામ લોકો અને ચાહકોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે તે આ રમત રમતા જ મોટો થયો છે અને આ રમત રમતા જ વૃદ્ધ થવા માંગે છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત