ગુવાહાટીની પિચ સારી, ભારતીય બેટ્સમેનના ખરાબ શોટ
ખરાબ પરિસ્થિતિ માટે બેટ્સમેન જવાબદાર: વોશિંગ્ટન સુંદરનો પ્રામાણિક સ્વીકાર

પીચ તો સારી પણ બેસ્ટમેનોએ રમ્યા ખરાબ શોટ

પીચ તો સારી પણ બેસ્ટમેનોએ રમ્યા ખરાબ શોટ
દક્ષિણ આફ્રિકા સામે ગુવાહાટી ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ રમતના ત્રીજા દિવસે ૩૧૪ રનની મસમોટી લીડ મેળવતા ભારત પર મેચ અને શ્રેણી બંને ગુમાવવાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ કંગાળ પ્રદર્શન માટે કોણ જવાબદાર છે, તે સવાલનો સ્પષ્ટ જવાબ ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે આપ્યો છે.
સુંદરે સ્પષ્ટ સ્વીકાર્યું છે કે ગુવાહાટીની પિચ પર ટીમ ઇન્ડિયાના બેટ્સમેન નિષ્ફળ રહ્યા છે. ત્રીજા દિવસે ભારતીય ટીમે માત્ર ૨૦૧ રન બનાવ્યા હતા અને બેટ્સમેનોએ પોતાની વિકેટો ગુમાવી હતી.
વિકેટ વાસ્તવિક હતી, શોટની પસંદગી ખરાબજ્યારે સુંદરને પિચમાં કોઈ મુશ્કેલી હતી કે કેમ તેવો સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે અત્યંત પ્રામાણિકતાથી પિચનો બચાવ કર્યો. તેમણે કહ્યું,
"તે ખૂબ જ સારી વિકેટ હતી. તે એક વાસ્તવિક વિકેટ હતી. તમને ભાગ્યે જ આવા ટ્રેક પર બેટિંગ કરવાની તક મળે છે, ખાસ કરીને ભારતમાં. પ્રામાણિકપણે, તે એક વાસ્તવિક વિકેટ હતી. જો તમે ત્યાં સમય વિતાવશો, તો તમે રન બનાવશો."
વોશિંગ્ટન સુંદરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ખેલાડીઓએ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. ખાસ કરીને કેપ્ટન રિષભ પંત અને ધ્રુવ જુરેલ જેવા બેટ્સમેનોએ આક્રમક શોટ રમવાના પ્રયાસમાં દક્ષિણ આફ્રિકાને પોતાની વિકેટો ભેટમાં આપી હતી. સુંદરે વધુમાં ઉમેર્યું કે પિચમાં કોઈ અસમાનતા નહોતી; યાનસન લાંબો બોલર હોવાથી તેનો બોલ ઉછળતો હતો.
રણનીતિ હતી, પણ અમલ નિષ્ફળસુંદરે સ્વીકાર્યું કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન પંતે સારી રણનીતિ બનાવી હતી, પરંતુ ટીમ તેનો યોગ્ય રીતે અમલ કરવામાં નિષ્ફળ રહી. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાના માર્કો યાનસને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે. તેણે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૪૮ રન આપીને ૬ વિકેટ લીધી, જે ભારતમાં કોઈપણ દક્ષિણ આફ્રિકાના ડાબોડી ઝડપી બોલરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ ઉપરાંત, યાનસને બેટિંગમાં પણ ૯૩ રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી.
આ મેચમાં ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતા અને રણનીતિના અમલમાં ઊણપને કારણે જ ટીમ પર હારનો ખતરો તોળાઈ રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.