ગિલને ODI કેપ્ટનશીપ, શું રોહિત શર્મા યુગનો અંત?
ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ગિલ કેપ્ટન, શ્રેયસ વાઇસ કેપ્ટન; રોહિત-કોહલીની 8 મહિના પછી વાપસી

ભારત શરુ કરી 2027 વર્લ્ડ કપની તૈયારી

ભારત શરુ કરી 2027 વર્લ્ડ કપની તૈયારી
ભારતીય ક્રિકેટમાં એક મોટો ફેરફાર આવ્યો છે. 2027ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, સિલેક્ટર્સે ઓસ્ટ્રેલિયા સામેની આગામી વન-ડે શ્રેણી માટે ઓપનર શુભમન ગિલને ODI ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. આ નિર્ણય સાથે જ રોહિત શર્મા પાસેથી ODIની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે, જે ભારતીય ક્રિકેટના નેતૃત્વમાં યુગ પરિવર્તનનો સંકેત આપે છે. યુવા બેટ્સમેન શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
કેપ્ટનશીપમાં મોટો ફેરફાર અને રોહિતનું ભવિષ્યપસંદગીકારોનો આ નિર્ણય મુખ્યત્વે રોહિત શર્માની ઉંમર અને 2027ના વર્લ્ડ કપ માટે ટીમનું ભવિષ્ય સુરક્ષિત કરવાના આયોજનનો ભાગ છે.
નિવૃત્તિની અસર: રોહિત શર્મા પહેલેથી જ ટેસ્ટ અને T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હાલમાં માત્ર વન-ડે ક્રિકેટ રમે છે. આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, પસંદગીકારોએ ગિલને કમાન સોંપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટીમ મેનેજમેન્ટ હવે લાંબા ગાળાના નેતૃત્વ તરફ જોઈ રહ્યું છે.
આમંત્રણનો વિવાદ: અગાઉ, મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે પસંદગી સમિતિની બેઠકમાં સામાન્ય રીતે હાજર રહેતા રોહિત શર્માને આ વખતે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેના પગલે કેપ્ટનશીપ છીનવાઈ જવાની અટકળો શરૂ થઈ હતી, જે હવે સાચી ઠરી છે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ ODI અને પાંચ T20 મેચ રમશે, જેની શરૂઆત 19 ઑક્ટોબરે પર્થમાં પ્રથમ ODIથી થશે.
ટીમમાં મુખ્ય ગેરહાજરી:
જસપ્રીત બુમરાહને WTC ચેમ્પિયન સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે ODI માટે આરામ આપવામાં આવ્યો છે.
રવીન્દ્ર જાડેજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
હાર્દિક પંડ્યા (સ્નાયુની ઇજા) અને રિષભ પંત (પગના ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે) ઇજાના કારણે ટીમની બહાર છે.
સિનિયર ખેલાડીઓની વાપસી: રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને વન-ડેની યોજનાઓમાં યથાવત્ છે, પરંતુ તેઓ 8 મહિના પછી પોતાની પ્રથમ કોમ્પિટેટિવ મેચ રમશે. તેમની છેલ્લી વન-ડે મેચ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ હતી, જે ભારતે રોહિતની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી હતી. ગિલની કેપ્ટનશીપ હેઠળ રોહિત અને કોહલી જેવા દિગ્ગજોનો અનુભવ ટીમને વધુ મજબૂત બનાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.