ગૌતમ હવે ગંભીર મુશ્કેલીમાં!
છેતરપિંડી કેસમાં થશે નવી તપાસ

છેતરપિંડી કેસમાં થશે નવી તપાસ

છેતરપિંડી કેસમાં થશે નવી તપાસ
2011ની સાલમાં ગાઝિયાબાદમાં એક હાઉસિંગ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારાઓ સાથે થયેલી કથિત છેતરપિંડીના કેસ સંબંધમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના વર્તમાન હેડ-કોચ ગૌતમ ગંભીરને નિર્દોષ જાહેર કરતો જે ચુકાદો મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા અપાયો હતો એને દિલ્હીની એક અદાલતના વિશેષ ન્યાયમૂર્તિએ કાઢી નાખ્યો છે અને ગંભીર સામેના આક્ષેપો સંબંધમાં વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ આ કેસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પાછો મોકલીને આદેશમાં જણાવ્યું છે કે “ગૌતમ ગંભીર સામેના આક્ષેપો સંબંધમાં નવેસરથી તપાસ કરવાનો આદેશ આપો. એટલું જ નહીં, આ કેસ સાથે સંકળાયેલા તમામ આરોપીઓ સામેના આક્ષેપ તથા દરેક આરોપીની ભૂમિકા વિશે પુરાવા સાથે વિગતવાર જાણકારી આપો.”
હકીકતમાં, ફ્લેટ ખરીદનારાઓએ રિયલ એસ્ટેટની અનેક કંપનીઓ અને ગૌતમ ગંભીર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ગૌતમ ગંભીર સંયુક્ત સાહસના ડાયરેક્ટર અને બ્રાન્ડ એમ્બેસેડર હતા. 2011માં ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં 'સેરા બેલા' નામના પ્રોજેક્ટનું પ્રમોશન અને જાહેરાત કરવામાં આવી હતી, જેનું નામ 2013માં બદલીને 'પાવો રિયલ' કરવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદીઓનું કહેવું છે કે તેઓએ જાહેરાતો અને બ્રોશર જોઈને ફ્લેટ બુક કરાવ્યા હતા અને 6 લાખથી લઈને 16 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવી હતી. તેમ છતાં આ પ્લોટ પર કોઈ માળખાકીય સુવિધા કે વિકાસની કામગીરી કરવામાં આવી નથી. જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે 2016માં પણ કોઈ વિકાસ થયો ન હતો.
જજે કહ્યું કે ગૌતમ ગંભીર એકમાત્ર એવો આરોપી હતો, જેણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડાયરેક્ટર્સ સાથે સીધો સંપર્ક કર્યો હતો. પરંતુ બાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશથી રૂદ્ર બિલ્ડવેલ રિયલ્ટી પ્રા. લિ. કંપનીએ રૂ. 6 કરોડ ચૂકવ્યા હતા અને કંપની પાસેથી રૂ. 4.85 કરોડ મેળવ્યા હોવાનો કોઈ ઉલ્લેખ ન હતો. કોર્ટે કહ્યું કે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે શું છેતરાયેલી રકમનો કોઈ હિસ્સો ગંભીરના હાથમાં આવ્યો છે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.