પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે વડોદરામાં નિધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યુ

Former cricketer Anshuman Gaikwad passed away at the age of 71 in Vadodara

Former cricketer Anshuman Gaikwad passed away at the age of 71 in Vadodara
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા.
વડોદરામાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન બુધવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. વડોદરામાં અંતિમ યાત્રા નિકાળી કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા અને બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની સ્થળ પર પહોંચી ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાને ટ્વિટમાં જણાવ્યુ કે, અંશુમાન ગાયકવાડજીને ક્રિકેટમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેઓ હોશિયાર ખેલાડી અને ઉત્કૃષ્ટ કોચ હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ...
અમિત શાહે પણ ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરી
અંશુમાન ગાયકવાડજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. એક મહાન ક્રિકેટર જેમની ક્રિકેટની કુશળતાએ ભારતીય ક્રિકેટનું ગૌરવ વધાર્યું છે. દુઃખની આ ઘડીમાં મારી હૃદયપૂર્વકની સંવેદના તેમના પરિવાર અને અનુયાયીઓ સાથે છે. ઓમ શાંતિ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો
ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટ ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડજીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરું છું. ક્રિકેટ જગતમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો તથા પ્રશંસકોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ॐ શાંતિ.
6 સભ્યોના પરિવારને છોડી અંશુમાનની અલવિદા
અંશુમાન ગાયકવાડના પરિવારમાં તેમના પત્ની જ્યોતિબેન, પુત્ર શત્રુંજ્ય, પુત્રવધૂ કાનન, મોટો પુત્ર અનિરુદ્ધ તેમની પત્ની સવિતા અને પૌત્ર વિક્રાંત છે.
અંશુમાનના પિતા દત્તાજીરાવ ગાયકવાડનું 6 મહિના પહેલા 13 ફેબ્રુઆરી 2024ના રોજ 95 વર્ષની વયે નિધન થયું હતું.
BCCIએ એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી
1970-80ના દાયકામાં અંશુમાન ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમતા હતા. તેઓને બ્લડ કેન્સરની બીમારી હોવાથી લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
પૂર્વ ખેલાડી કપિલદેવ અને સંદીપ પાટીલે ગાયકવાડના પરિવારને આર્થિક મદદ કરવા અપીલ કરી હતી. જેના પગલે BCCIએ 15 દિવસ અગાઉ એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી.
1984માં કોલકાતામાં છેલ્લી મેચ રમી ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી
અંશુમાન ગાયકવાડે 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકતામાં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટથી ડેબ્યુ કર્યું હતું. જ્યારે 1984માં કોલકાતામાં છેલ્લી મેચ રમી તેમણે ક્રિકેટથી વિદાય લીધી હતી.
તેમણે 40 ટેસ્ટ મેચમાં 30ની એવરેજથી 1985 રન બનાવ્યા હતા. જેમાં બે સદી અને 10 અડધી સદી ફટકારી હતી. તેમણે પાકિસ્તાન સામે 201 રન ફટકાર્યા હતા. તેમણે 15 વન-ડે મેચોમાં 269 રન ફટકાર્યા હતા.
1997 થી 1999 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રહ્યા
ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તેમણે કોચિંગમાં કરિયર આગળ વધાર્યું હતું. 1997 થી 1999 દરમિયાન તેઓ ટીમના હેડ કોચ રહ્યા હતા. તેમણે GSFCમાં પણ કામ કર્યું હતું. જૂન 2018માં BCCIએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
અંશુમાનના પિતા પણ ભારત માટે રમ્યા હતા
અંશુમાનના પિતા દત્તાજીરાવે 1952 થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેઓ 1959માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા.
દત્તાજીરાવ રાઇટ હેન્ડેડ બેટર હતા. તેમણે 1952માં લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેમણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1961માં પાકિસ્તાન સામે ચેન્નઈમાં રમી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.