પગમાં ગંભીર ઇજા છતાં મેદાન પર લડત આપી જીત્યા દિલ
રિષભ પંતે ફરી એક વાર સાબિત કર્યુ છે કે યોદ્ધા માત્ર રણ મેદાનમાં જ નથી હોતા

રિષભ પંતની ખેલદિલીને સલામ

રિષભ પંતની ખેલદિલીને સલામ
ક્રિકેટના મેદાન પર યોદ્ધાની ભાવના શું હોય છે, તેનું ઉત્તમ ઉદાહરણ ગઈકાલે માન્ચેસ્ટરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટના બીજા દિવસે જોવા મળ્યું. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા હોવા છતાં, પોતાની ટીમ પ્રત્યેની જવાબદારી નિભાવીને મેદાન પર ઉતર્યો અને સૌના દિલ જીતી લીધા.
આ મેચના પ્રથમ દિવસે ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં પંતને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તેને મેદાન છોડવું પડ્યું હતું. ડોકટરોએ તેને ઓછામાં ઓછા 6 સપ્તાહના આરામની સલાહ આપી હોવા છતાં, પંતે ટીમની જરૂરિયાત સમજીને અદમ્ય સાહસ અને સમર્પણ દર્શાવ્યું.
બીજા દિવસે જ્યારે પંત બેટિંગ કરવા મેદાન પર ઉતર્યો, ત્યારે સ્ટેન્ડમાં બેઠેલા હજારો દર્શકોએ ઊભા થઈને તેને ઉષ્માભર્યો આવકાર આપ્યો. તે માત્ર મેદાન પર ઉતર્યો જ નહીં, પરંતુ પોતાની ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે નોંધપાત્ર 50 રનનું યોગદાન પણ આપ્યું. આ ઇનિંગ્સ માત્ર રન માટે નહોતી, પરંતુ ઇજા છતાં લડત આપવાની તેની ભાવનાનું પ્રતીક હતી.
રિષભ પંતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ખરો યોદ્ધા છે. થોડા સમય પહેલાં તે એક ગંભીર કાર અકસ્માતનો ભોગ બન્યો હતો, જેમાં તેને ભારે ઇજાઓ થઈ હતી. તે અકસ્માતમાંથી બહાર આવીને, લાંબી અને પડકારજનક રિકવરી પ્રક્રિયામાંથી પસાર થઈને ફરી મેદાન પર પરત ફરવું એ તેની અદમ્ય ઇચ્છાશક્તિ અને માનસિક દ્રઢતાનો પુરાવો છે.
આવી ગંભીર ઈજાઓમાંથી બહાર આવીને, ફરીથી ટોચના સ્તરે પ્રદર્શન કરવું અને ટીમ માટે નિર્ણાયક ક્ષણે પીડા સહન કરીને યોગદાન આપવું – આ જ એક સાચા સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને યોદ્ધાના લક્ષણો છે. રિષભ પંતનું આ કૃત્ય યુવા ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકો માટે પ્રેરણાદાયક બની રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.