ક્રિકેટર રિન્કુ સિંહના પિતાનું નિધન, પરિવારમાં શોક
લિવર કેન્સર સામે જંગ હાર્યા ખાનચંદ સિંહ; પિતાની અંતિમ ઘડીએ રિન્કુ ફરી ઘરે જવા રવાના

લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા

લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા
ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા રિન્કુ સિંહના જીવનમાં વજ્રઘાત સમાન સમાચાર સામે આવ્યા છે. મેદાન પર છગ્ગાની રમઝટ બોલાવીને ભારતને જીત અપાવનાર આ ખેલાડી આજે પોતાના જીવનના સૌથી મોટા પ્રેરણાસ્રોત અને પિતાને ગુમાવી ચૂક્યો છે. આ દુઃખદ સમાચારથી રમત જગત અને ચાહકોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટર રિન્કુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે વહેલી સવારે લગભગ ૪.૩૬ વાગ્યે નિધન થયું છે. ૬૦ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી જીવલેણ બીમારી ચોથા સ્ટેજ (Stage 4) ના લિવર કેન્સર સામે લડી રહ્યા હતા. પિતાની તબિયત વધુ લથડતા તેમને અલીગઢથી ગ્રેટર નોઇડાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ હોવા છતાં, કેન્સરની જટિલતાને કારણે તેમને બચાવી શકાયા નથી.
રાષ્ટ્રીય ફરજ અને પિતા પ્રત્યેનો પ્રેમરિન્કુ સિંહ હાલમાં ટીમ ઇન્ડિયા સાથે ટી-૨૦ વર્લ્ડ કપના મિશન પર છે. મંગળવારે જ્યારે પિતાની તબિયત અતિશય નાજુક હોવાના સમાચાર મળ્યા, ત્યારે તે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ચેન્નઈમાં ચાલી રહેલા ટીમ ઇન્ડિયાના કેમ્પને છોડીને સીધા નોઇડા પહોંચ્યા હતા. પિતાની સારવાર માટે તેણે વર્લ્ડ કપના અત્યંત મહત્વના પ્રેક્ટિસ સેશન પણ છોડી દીધા હતા.
પિતાની તબિયતમાં થોડો સુધારો જણાતા અને સ્થિતિ સ્થિર લાગતા, રિંકુ ૨૫ ફેબ્રુઆરીએ ભારે હૈયે ફરી ચેન્નઈ પરત ફર્યા હતા જેથી દેશ માટે પોતાની જવાબદારી નિભાવી શકે. ૨૬ ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી સુપર-૮ ની મેચમાં તે પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતા, પરંતુ ટીમ પ્રત્યેના સમર્પણને કારણે તેઓ સબસ્ટિટ્યૂટ તરીકે મેદાન પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા. જોકે, વિધિની વક્રતા જુઓ કે મેચ પૂરી થયાના ગણતરીના કલાકોમાં જ તેમને પિતાના નિધનના સમાચાર મળ્યા અને તેઓ ફરી એકવાર અલીગઢ જવા રવાના થયા છે.
સંઘર્ષની કહાની: હોકરથી હીરો સુધીની સફરરિન્કુ સિંહની સફળતા પાછળ તેમના પિતા ખાનચંદ સિંહનો મોટો હાથ હતો. પિતા ગેસ સિલિન્ડર ડિલિવરી કરવાનું કામ કરતા હતા. અત્યંત ગરીબીમાં પણ તેમણે રિન્કુના ક્રિકેટ રમવાના સપનાને ક્યારેય તૂટવા દીધું નહોતું. રિન્કુ જ્યારે મેદાન પર છગ્ગા ફટકારતો, ત્યારે સૌથી વધુ ગર્વ તેના પિતાને થતો હતો. આજે જ્યારે રિન્કુ આંતરરાષ્ટ્રીય સ્તરે નામ કમાઈ રહ્યો છે, ત્યારે તેના સંઘર્ષના સાથી એવા પિતાની વિદાય તેને અંદરથી હચમચાવી ગઈ છે.
પરિવાર અને મંગેતરની હાજરીઆ કપરા સમયમાં રિન્કુની મંગેતર અને મછલીશહરના સાંસદ પ્રિયા સરોજ તેમજ તેમનો પરિવાર રિન્કુના ઘરે હાજર છે. પ્રિયા સરોજના પિતા અને પૂર્વ સાંસદ તુફાની સરોજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, "પ્રિયા ઘણા દિવસોથી રિન્કુના પરિવારની સંભાળ રાખી રહી છે. અમે પણ હોસ્પિટલ ગયા હતા, પરંતુ રસ્તામાં જ ખાનચંદજીના નિધનના સમાચાર મળ્યા. આ આખા પરિવાર માટે અત્યંત મુશ્કેલ સમય છે."
ક્રિકેટ જગતમાં શોકની લાગણીBCCI, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને વિશ્વભરના ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી રિન્કુ સિંહ અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રિન્કુ સિંહ માટે આ વર્લ્ડ કપમાં આગળ રમવું માનસિક રીતે પડકારજનક રહેશે, પરંતુ ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે તે આ દુઃખમાંથી બહાર આવે અને પિતાના સપનાને પૂરું કરવા માટે મેદાન પર શાનદાર વાપસી કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.