કેપ્ટન શુભમન ગિલ કોલકાતા ટેસ્ટમાંથી બહાર
ભારતીય કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટથી બહાર
શુભમન ગિલ
શુભમન ગિલ
ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે કેપ્ટન શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. ત્રીજા દિવસની રમત શરૂ થાય તે પહેલા બીસીસીઆઈએ તેની અધિકૃત પુષ્ટિ કરી છે.
પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બેટિંગ દરમિયાન ગિલને ગરદનમાં તીવ્ર દુખાવો અનુભવાયો હતો. બાઉન્ડ્રી રમતી વખતે તેની ગરદનમાં ઈજા થતાં તેને મેદાન છોડવું પડ્યું હતું. બાદમાં તે ફરીથી મેદાનમાં પરત આવ્યો નહોતો. હાલ વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને મેડિકલ ટીમ તેની દેખરેખ રાખી રહી છે.
ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ શરૂ કરી હતી. પરંતુ ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એડન માર્કરમે સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહએ પાંચ વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ મેળવી હતી.
જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 189 રનનો સ્કોર કર્યો હતો અને 30 રનની લીડ મેળવી હતી. કેએલ રાહુલે 39 અને વોશિંગ્ટન સુંદરે 29 રનનું યોગદાન આપ્યું હતું.
ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા કેપ્ટન ગિલે ફોર ફટકાર્યા પછી તરત જ ગરદનમાં તકલીફ અનુભવી હતી અને રિટાયર્ડ હર્ટ થઈને પાછો ફર્યો હતો. તે બાદ ભારતે નવ વિકેટ ગુમાવી હોવા છતાં ગિલ ફરી બેટિંગ માટે આવ્યો નહોતો.
દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ પણ દબાણમાં રહી હતી અને બીજા દિવસના અંતે ટીમે 35 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 93 રન બનાવ્યા હતા. હાલમાં મુલાકાતી ટીમ પાસે માત્ર 63 રનની લીડ છે. ભારત ત્રીજા દિવસમાં જ મેચ જીતવાનો પ્રયત્ન કરશે.
--IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.