IPL ઓકેશન પહેલા રાજસ્થાન રોયલ્સમાં મોટી ઉથલપાથલ
IPL 2026 મેગા ઓક્શન પહેલાં RR ₹15 કરોડથી વધુના ખેલાડીઓને મુક્ત કરશે, કેપ્ટનનો પણ આવશે વારો

RR માં થશે મોટી ઉથલપાથળ

RR માં થશે મોટી ઉથલપાથળ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સિઝન પહેલા રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમમાં મોટાપાયે ફેરફારો થવાના એંધાણ છે. ગત સિઝનમાં નબળા પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટે હવે મોંઘા અને અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરનાર ખેલાડીઓને રિલીઝ કરીને મેગા ઓક્શન માટે મોટી રકમ બચાવવાની રણનીતિ અપનાવી છે. આ કવાયતમાં કેપ્ટન સહિત ત્રણ મોટા નામો પર રિલીઝ થવાની તલવાર લટકી રહી છે.
કેપ્ટન સંજુ સેમસનનો સંભવિત 'વિદાય'રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને IPL 2026ની હરાજી પહેલા રિલીઝ કરવાની વ્યાપક ચર્ચા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ફ્રેન્ચાઇઝીએ તેને વિદાય આપવાનો નિર્ણય લઈ લીધો છે.
પ્રદર્શન અને ઈજા: ગયા સિઝનમાં સંજુ સેમસન ઈજાઓને કારણે માત્ર નવ મેચ રમ્યો હતો. તેનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું.
નવી વ્યૂહરચના: ટીમ મેનેજમેન્ટ હવે નવા કેપ્ટન અને એક નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવા માંગે છે, જેનાથી ટીમની સફળતાનો માર્ગ મોકળો થઈ શકે.
સંજુ સેમસન ઉપરાંત, અન્ય બે મોંઘા અને સ્ટાર ખેલાડીઓ પર પણ રિલીઝ થવાની સંભાવના છે, જેમાંથી મોટાભાગની રકમ મુક્ત થશે:
મહિષ તીક્ષણા (₹4.40 કરોડ): શ્રીલંકાના આ સ્પિનરને IPL 2025માં સમાવવામાં આવ્યો હતો, પરંતુ તેનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું. તેણે 9.26ની ઊંચી ઈકોનોમી અને 37થી વધુની સરેરાશ સાથે માત્ર 11 વિકેટ લીધી હતી. RR હવે પાવરપ્લે અને ડેથ ઓવર્સ બંનેમાં અસરકારક સાબિત થઈ શકે તેવા વધુ સારા સ્પિન વિકલ્પોની શોધમાં છે.
શિમરોન હેટમાયર (₹11 કરોડ): વેસ્ટ ઈન્ડીઝના આ સ્ટાર બેટરનું પ્રદર્શન છેલ્લા કેટલાક સીઝનથી સતત ઘટ્યું છે. ₹11 કરોડમાં રિટેન કરાયેલા હેટમાયરે 2025 સીઝનમાં 14 મેચમાં માત્ર 239 રન બનાવ્યા હતા. 2022ની સીઝન પછી તે એક પણ સીઝનમાં 300 રનનો આંકડો પાર કરી શક્યો નથી, જેના કારણે તે ફિનિશરની ભૂમિકામાં નિષ્ફળ સાબિત થયો છે.
રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટ હવે સ્પષ્ટપણે આ મોંઘા ખેલાડીઓને રિલીઝ કરીને મેગા ઓક્શનમાં નવી વ્યૂહરચના સાથે પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. ટીમને મજબૂત કરવા માટે અનુભવી ઓલરાઉન્ડર અને નિષ્ણાત બેટરની શોધ પર ભાર મૂકવામાં આવશે, જેથી IPL 2026માં ટાઇટલ જીતવાની રેસમાં ફરી એકવાર મજબૂત દાવેદાર બની શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.