સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મોટો આંચકો, મેચ ફીના 20 ટકાનો દંડ
વિરાટ કોહલી આચાર સંહિતાની કલમ 2.12નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મોટો આંચકો, મેચ ફીના 20 ટકાનો દંડ

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મોટો આંચકો, મેચ ફીના 20 ટકાનો દંડ
મેલબોર્નમાં ગુરુવારથી શરૂ થયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ રોમાંચથી ભરેલો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની મેદાન પર ઓસ્ટ્રેલિયાના નવોદિત ઓપનર સેમ કોન્સ્ટાસ સાથે જોરદાર દલીલ થઇ હતી. જેના કારણે તેને પરિણામ ભોગવવા પડ્યું છે. પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ વિરાટ કોહલીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં તેના પર મેચ ફીના 20 ટકાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો છે.
ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરવા આવ્યું અને વિરાટ અને કોન્સ્ટન્સ ઇનિંગની 10મી ઓવરમાં આમને સામને ટકરાયા હતા. 10મી ઓવર પૂરી થયા બાદ જ્યારે વિરાટ અને કોન્ટાસ પસાર થઈ રહ્યા હતા ત્યારે વિરાટ કોહલીનો ખભો કોન્ટાસના ખભા સાથે અથડાયો હતો. આ પછી બંને ખેલાડીઓ વચ્ચે થોડી દલીલ થઈ હતી. વિરાટ ગુસ્સામાં જોવા મળ્યો અને કોન્ટાસ તરફ પાછો જવા લાગ્યો હતો, આવી સ્થિતિમાં બીજા ઓપનર ઉસ્માન ખ્વાજાએ દરમિયાનગીરી કરી અને મામલો શાંત થયો.
19 વર્ષીય કોન્સ્ટાસે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં માત્ર 52 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. કોહલી સાથે જ્યારે તેની ટક્કર થઈ ત્યારે તે 38 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો હતો. જસપ્રિત બુમરાહની બોલ પર કેટલાક અદભૂત સ્કૂપ્સ અને રેમ્પ શોટ્સ રમતા કોન્સ્ટાસે 65 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. લંચ બ્રેક પહેલા તે રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો.
ICCએ આ મામલે વિરાટ કોહલી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને મેચ ફીના 20 ટકાનો દંડ લગાવ્યો છે. વિરાટ કોહલી આચાર સંહિતાની કલમ 2.12નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. આ સાથે તેના ખાતામાં 1 ડીમેરિટ પોઈન્ટ પણ જોડાઈ ગયો છે. પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ વિરાટ કોહલીએ પણ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ કારણે સત્તાવાર સુનાવણીની જરૂર નહોતી. આચાર સંહિતાની કલમ 2.12 મેચ દરમિયાન વિરોધી ખેલાડીઓ સાથે બિનજરૂરી શારીરિક સંપર્કને લગતી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ આ અથડામણને બિનજરૂરી ગણાવી છે. તેણે કહ્યું કે, તે આ મામલે વિરાટ કોહલીની સાથે નથી. આ સંઘર્ષ બિનજરૂરી હતો. અમુક મર્યાદાઓ છે જેને તમે ક્યારેય પાર કરવા માંગતા નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.