IPLનો 'થપ્પડ કાંડ' વિવાદ ફરી ચર્ચામાં
હરભજન-શ્રીસંત થપ્પડ કાંડનો VIDEO 18 વર્ષે બહાર પડ્યો
હરભજનનો શ્રીસંતને થપ્પડ મારતો વીડિયો.
હરભજનનો શ્રીસંતને થપ્પડ મારતો વીડિયો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ 17 વર્ષમાં વિશ્વની સૌથી લોકપ્રિય અને ધનિક ક્રિકેટ લીગ તરીકે નામના મેળવી છે, પરંતુ 2008ની પ્રથમ સિઝનમાં એક મોટો વિવાદ સર્જાયો હતો. આ ઘટનામાં મુંબઈ ઇન્ડિયન્સના બોલર હરભજન સિંહે કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડી શ્રીસંતને મેદાન પર થપ્પડ મારી હતી, જેને 'સ્લેપગેટ' તરીકે ઓળખવામાં આવે છે.

આ ઘટના લાંબા સમય સુધી સમાચારોમાં ચર્ચામાં રહી હતી. હવે આ ઘટનાનો વાસ્તવિક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. IPLના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કના પોડકાસ્ટમાં આ ફૂટેજ પ્રથમવાર બતાવ્યો છે. મોદીએ જણાવ્યું કે આ વીડિયો અગાઉ ક્યારેય જાહેર કરવામાં આવ્યો નહોતો.

લલિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ ઘટના મેચ પૂર્ણ થયા બાદ બની હતી, જ્યારે મુખ્ય કેમેરા બંધ હતા. જોકે, એક સુરક્ષા કેમેરાએ આખી ઘટનાને રેકોર્ડ કરી લીધી હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે હરભજન સિંહ શ્રીસંતને બેકહેન્ડ થપ્પડ મારે છે. મોદીએ કહ્યું કે તેઓએ આટલા વર્ષો સુધી આ વીડિયો જાહેર નહોતો કર્યો, પરંતુ 17 વર્ષ બાદ હવે તેને લોકો સમક્ષ રજૂ કર્યો છે.
આ ખુલાસા બાદ 'સ્લેપગેટ' સોશિયલ મીડિયા પર ફરી ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના 2008ની IPL સિઝનનો સૌથી મોટો વિવાદ હતો, જેણે ખેલાડીઓની છબિ પર ઊંડી અસર કરી હતી.
હરભજન સિંહનો પસ્તાવોહરભજન સિંહે તાજેતરમાં આ ઘટના અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનરે રવિચંદ્રન અશ્વિન સાથેની એક મુલાકાતમાં કહ્યું, "મારા જીવનની એક ક્ષણ જે હું બદલવા માગું છું, તે છે શ્રીસંતને થપ્પડ મારવાની ઘટના. જો મને તક મળે, તો હું તેને મારા જીવનમાંથી હટાવી દઉં. જે થયું તે ખોટું હતું, અને મારે આવું ન કરવું જોઈતું હતું. મેં આ માટે અનેકવાર માફી માગી છે, અને આજે પણ જ્યારે તક મળે ત્યારે હું માફી માગું છું. આ મારી સૌથી મોટી ભૂલ હતી."
હરભજને વધુમાં કહ્યું કે આ ઘટનાનો બોજ તે હજુ પણ સહન કરે છે. તેમણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જ્યારે તેઓ શ્રીસંતની પુત્રીને મળ્યા. તેમણે કહ્યું, "શ્રીસંતની પુત્રીએ મને કહ્યું કે 'હું તમારી સાથે વાત નથી કરવા માગતી, કારણ કે તમે મારા પિતાને થપ્પડ મારી હતી.' આ સાંભળીને મારું હૃદય તૂટી ગયું. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને લાગ્યું કે મેં તેના મનમાં મારી કેવી ખરાબ છબિ બનાવી દીધી છે. તે મને એવી વ્યક્તિ તરીકે જુએ છે જેણે તેના પિતાને નુકસાન પહોંચાડ્યું. આ વિચારે મને ખૂબ દુખ થયું, અને હું હજુ પણ તેની માફી માગું છું."
ઘટના બાદનો હોબાળો2008ની IPL સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ બાદ આ ઘટના બની હતી. શ્રીસંતના મેદાન પર રડતા હોવાના ફોટા અને વીડિયો તે સમયે ક્રિકેટ જગતમાં હેડલાઇન્સ બન્યા હતા. હરભજન સિંહને તાત્કાલિક અસરથી આખી IPL સિઝનમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, અને તેની મેચ ફી પર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
શ્રીસંતે તે સમયે દાવો કર્યો હતો કે હરભજન તેની સાથે ગુસ્સાથી વર્ત્યો હતો અને બિનજરૂરી રીતે તેને થપ્પડ મારી હતી. આ ઘટનાએ મીડિયા અને ચાહકોમાં ખૂબ ચર્ચા જન્માવી હતી. જોકે, સમય જતાં બંને ખેલાડીઓએ એકબીજાને માફ કરી દીધા અને આગળ વધ્યા. પરંતુ હવે લલિત મોદી દ્વારા જાહેર કરાયેલા ફૂટેજથી આ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ક્રિકેટ નિષ્ણાતો આ ઘટનાને IPLના ઇતિહાસનો એક કાળો અધ્યાય માને છે.

દુલીપ ટ્રોફી 2026માં વૈભવ સૂર્યવંશીએ બેટિંગમાં 8 રન બાદ બોલિંગમાં કમાલ કર્યો. ઈસ્ટ ઝોનના વૈભવે નોર્થ ઈસ્ટ ઝોન સામે માત્ર 4 બોલમાં 2 વિકેટ ઝડપી અને 3 ઓવરમાં 11 રન આપ્યા.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.