BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી રદ કરશે
રોહિત, વિરાટ અને જાડેજાની શ્રેણી બદલાશે, જાણો જસપ્રીત બુમરાહના પગાર પર શું અસર થશે.

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પુરુષ ક્રિકેટરોના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટા ફેરફારો કરવાની યોજના બનાવી રહ્યું છે. લેટેસ્ટ અહેવાલો મુજબ, BCCI વર્ષ 2018 માં શરૂ કરાયેલ પ્રીમિયમ 'A+' કેટેગરીને સંપૂર્ણપણે નાબૂદ કરી શકે છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય કોન્ટ્રાક્ટ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે.
નવું માળખું અને શ્રેણીઓ અત્યાર સુધી BCCI ખેલાડીઓને ચાર શ્રેણીમાં વહેંચતું હતું:
A+ શ્રેણી: વાર્ષિક 7 કરોડ રૂપિયા
A શ્રેણી: વાર્ષિક 5 કરોડ રૂપિયા
B શ્રેણી: વાર્ષિક 3 કરોડ રૂપિયા
C શ્રેણી: વાર્ષિક 1 કરોડ રૂપિયા
હવે નવા આયોજન મુજબ ખેલાડીઓને માત્ર A, B અને C એમ ત્રણ જ શ્રેણીમાં રાખવામાં આવશે.
સ્ટાર ખેલાડીઓની સ્થિતિ :
વર્તમાન A+ કેટેગરીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. આમાંથી વિરાટ અને રોહિત હવે માત્ર વન-ડે ફોર્મેટ પર ધ્યાન આપી રહ્યા છે, જ્યારે જાડેજા ટેસ્ટ અને વન-ડે રમે છે. જસપ્રીત બુમરાહ એકમાત્ર એવો ખેલાડી છે જે ત્રણેય ફોર્મેટમાં સક્રિય છે.
બુમરાહના પગાર પર અસર નહીં થાય :
નવી સિસ્ટમમાં પણ જસપ્રીત બુમરાહને આર્થિક નુકસાન નહીં થાય. તે ત્રણેય ફોર્મેટ રમતો હોવાથી તેને ટોચની શ્રેણીમાં જ રાખવામાં આવશે અને તેનો વર્તમાન પગાર જાળવી રાખવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણય પર અંતિમ મહોર આગામી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં મારવામાં આવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.